#Monsoon has bid farewell to Gujarat: Average 95.09 per cent rainfall
Aastha Magazine
#Monsoon has bid farewell to Gujarat: Average 95.09 per cent rainfall
ગુજરાત

ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે : સરેરાશ 95.09 ટકા વરસાદ

ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે, જો કે, ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. પરંતુ ત્રીજા રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં હતા. જેથી સરકાર અને ખેડૂતોની ઉપર છવાયેલા ચિંતાના વાદળો હટ્યાં હતા. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં સરેરાશ 95.09 ટકા જેટલો વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. કચ્છમાં 111.69 ટકા, ઉતર ગુજરાતમાં 71.59 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 83.65, સૌરાષ્ટ્રમાં 113.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 93.05 ટકા વરસાદ પડ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 80 તાલુકાઓ પૈકી 53 તાલુકાઓમાં 100 ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં 226.51 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ વિંછીયા તાલુકામાં માત્ર 59.34 ટકા પડ્યો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 113.55 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં 101.89 ટકા, રાજકોટ જિલ્લામાં 130.70 ટકા, ધોરાજી તાલુકામાં 165.75 ટકા, ગોંડલ તાલુકામાં 171.52 ટકા, જામકંડોરણા તાલુકામાં 121.28 ટકા, જેતપુર તાલુકામાં 101.03 ટકા, કોટડા સાંગાણીમાં 146.53 ટકા, લોધીકા તાલુકામાં 226.51 ટકા, પડધરી તાલુકામાં 112.45 ટકા, રાજકોટમાં 152 ટકા વરસાદ પડ્યો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં 108.38 ટકા, ટંકારા તાલુકામાં 119.32 ટકા, વાંકાનેર તાલુકામાં 106.05 ટકા, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં 149.63 ટકા, જામ જોધપુરમાં 118.26 ટકા, જામનગરમાં 109 ટકા, જોડીયામાં 145.57 ટકા, કાલાવડમાં 215.13 ટકા અને લાલપુરમાં 112.51 ટકા વરસાદ પડ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 142.89 ટકા વરસાદ પડ્યો છે. ભાણવડમાં 128.23 ટકા, દ્વારકામાં 158.52 ટકા, કલ્યાણપુરમાં 146.05 ટકા, ખંભાળીયામાં 142.61 ટકા વરસાદ પડ્યો છે. પોરબંદર જિલ્લામાં 123.15 ટકા વરસાદ પડ્યો છે. કુતિયાણામાં 135.98 ટકા, પોરબંદરમાં 122.54 ટકા, રાણાવાવમાં 111.10 ટકા, જૂનાગઢ જિલ્લામાં 126.09 ટકા વરસાદ પડ્યો છે. જેમાં ભેંસાણમાં 106 ટકા, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં 116 ટકા, કેશોદમાં 126.68 ટકા, માળીયા હાટીનામાં 122.38 ટકા, માણાવદરમાં 133.26 ટકા, માંગરોળમાં 162.47 ટકા, મેંદરડામાં 104.92 ટકા, વંથલીમાં 113.53 ટકા અને વિસાવદરમાં 152.40 ટકા વરસાદ પડ્યો છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Monsoon has bid farewell to Gujarat: Average 95.09 per cent rainfall

Related posts

ગુજરાતમાં પાકિસ્તાની સંગઠન સક્રિય ? : મૌલાના કમર ગનીની ધરકપકડ

aasthamagazine

રેકોર્ડ બ્રેક ગરમી પડશે, માર્ચ, એપ્રિલ-મેમાં આટલું તાપમાન રહેશે

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

રાજ્યના 39 પીઆઈની બદલીના આદેશ આપ્યા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 11/01/2022

aasthamagazine

રાજકોટ–અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેકટની સમીક્ષા

aasthamagazine

Leave a Comment