#The Third Wave of Corona during the festive season: ICMR
Aastha Magazine
#The Third Wave of Corona during the festive season: ICMR
આરોગ્ય

તહેવારોની સીઝન દરમિયાન કોરોનાના થર્ડ વેવના ભણકારા : ICMR

થર્ડ વેવની સંભાવના વચ્ચે, ICMRએ મુસાફરી સંબંધિત જોખમોને ઘટાડવા માટે દેશના હરવા ફરવાના સ્થળ અને રાજ્યો માટે ઘણા પગલાંનું સૂચન કર્યું છે.
ICMR એ સંભાવના વ્યક્ત કરી હતી કે, ભારતમાં હજુ પણ ત્રીજી લહેરની સંભાવના છે, તેમાં સામેલ જોખમોને ઓળખવા અને ઘટાડવા ખૂબ જટિલ છે. મુલાકાતીઓ, રહેવાસીઓ અને સ્થાનિક અધિકારીઓ વચ્ચે જવાબદારીની સહિયારી ભાવનાથી જ સમગ્ર રીતે દેસના કલ્યાણની રક્ષા તરફ આગળ વધશે.

ICMRના ટોચના વૈજ્ઞાનિકોના અભ્યાસ અનુસાર, તહેવારોની મોસમ દરમિયાન થર્ડ-વેવ 47 ટકા સુધી વધી શકે છે અને બે સપ્તાહ પહેલા આવી શકે છે. આ અભ્યાસ એવા દૃશ્યને દર્શાવે છે જ્યાં ભારતમાં વસતી ગીચતા યુએસએ કરતા ટ્રાન્સમિશન પર વધુ મજબૂત અસર કરે છે.

ICMRએ સંભંવિત જોખમોને ટાળવા સૂચનો કર્યા છે કે, સૂકી ઉધરસ અને સ્વાદ અને ગંધના લક્ષણો હોય તેવા મુસાફરોએ મુસાફરી ના કરવી જોઇએ. રાજ્યમાં હરવા ફરવાના સ્થળો પર રહેવા માટે સંપૂર્ણ રસીકરણના પુરાવા અથવા તાજેતરના કોવિડ નેગેટિવ પરીક્ષણની જરૂર પડી શકે છે.

તમામ મુસાફરોએ આગમન પર તેમની સંપર્ક વિગતો પણ નોંધાવવી જોઈએ, જેથી ચેપમાં કોઈ ઉછાળો આવે તો કોન્ટેક્ટ ટ્રેસિંગની સુવિધા મળે. મુલાકાત લેતી વખતે, મુસાફરોને માસ્કનો ઉપયોગ અને સામાજિક અંતર સહિત COVID બિહેવિયરનું પાલન કરવાની સલાહ આપવી જોઈએ.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#The Third Wave of Corona during the festive season: ICMR

Related posts

Speed News – 04/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

નવા કોવિડ-19 સ્ટ્રેન Omicron ને ખૂબ જ ઝડપથી ફેલનારો ગણાવ્યો : WHO

aasthamagazine

ગુજરાતમાં કોરોના સુસ્ત પડ્યો અડધો અડધ કેસ ઘટી ગયા

aasthamagazine

દેશમાં કોરોના ઘટવા લાગ્યો સતત ત્રીજા દિવસે નવા કેસ કરતાં વધુ રિકવરી

aasthamagazine

ગુજરાતમાં કોરોનાના નવા 24 કેસ : રિકવરી રેટ 98.75 ટકા

aasthamagazine

Leave a Comment