#Mosquito-borne epidemic: Dengue, Chikungunya cases in a private hospital
Aastha Magazine
#Mosquito-borne epidemic: Dengue, Chikungunya cases in a private hospital
આરોગ્ય

મચ્છરજન્ય રોગચાળો વકર્યો : ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં અસારવા સિવિલ અને સોલા સિવિલની OPDમાં દૈનિક 150થી વધુ દર્દી આવી રહ્યા છે. જે પૈકી 50થી વધુ બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવે છે. જ્યારે તો આહનાના પ્રેસિડેન્ટે કહ્યું કે ખાનગી હોસ્પિટલમાં પણ રોજના 30થી 40 ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ નોંધાય છે. અમદાવાદમાં રોગચાળો એટલી હદે વકર્યો છે કે બે મહિનામાં જ 40 લોકોના મોત પણ થઈ ચુક્યા છે.

ચિકનગુનિયાના દર્દીમાં સાંધા જકડાઈ જવાની સમસ્યા મુખ્યત્વે જોવા મળે છે. પરંતુ પાછલા બે મહિનામાં ચિકનગુનિયાના દર્દીઓમાં ફેફસામાં ગંભીર ઈન્ફેક્શન પણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે માસથી રોગચાળો વકરતા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના નવ મહિનામાં ડેન્ગ્યુના 1125 કેસ અને મેલેરીયાના 627 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત બિન સત્તાવાર આંક તો આથી પણ વધુ હોવાની પ્રબળ સંભાવના વ્યકત કરાઈ છે. શહેરના વિવિધ રહેણાંકોમાંથી પાણીના લેવામાં આવેલા 202 સેમ્પલનો ક્લોરિન રિપોર્ટ નીલ આવ્યો છે. બેક્ટોરોયોલોજીકલ ટેસ્ટમાં પાણીના ૧૫૫ સેમ્પલ અનફિટ જાહેર કરાયા છે. આંકડાની વાત કરીએ તો જાન્યુઆરી-2020થી સપ્ટેમ્બર-2020 સુધીમાં મેલેરીયાના કુલ 436 કેસ નોંધાયા હતા. આ વર્ષે આ સમય દરમ્યાન મેલેરિયાના કુલ 627 કેસ નોંધાયા છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Mosquito-borne epidemic: Dengue, Chikungunya cases in a private hospital

Related posts

IHU- ઓમિક્રોન પછી હવે આ બીમારી મચાવશે તબાહી

aasthamagazine

કોરોનાનો રાફડો ફાટ્યો, નોંધાયા 1069 કેસ

aasthamagazine

ગુજરાત : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ

aasthamagazine

ગુજરાતથી ઉત્તરાખંડ ફરવા ગયેલા 41 પર્યટકો કોરોના પોઝિટિવ

aasthamagazine

કોરોના : દેશમાં 24 કલાકમાં 27,390 કેસ નોંધાયા, 347 લોકોના મોત,

aasthamagazine

ભારતમાં વેક્સીનેશનનો આંકડો 90 કરોડને પાર : મનસુખ માંડવિયા

aasthamagazine

Leave a Comment