



રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવ્યો
રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવ્યો.
રાજકોટ ગ્રામ્યમાં વિદ્યાર્થિનીઓ સાથે અડપલાના મામલે વિરોધ કરવામાં આવ્યો હતો મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેનરો સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા અને ભારે સુત્રોચ્ચાર કરી ન્યાયની માંગ કરી હતી. કોરોના કાળ પછી શાળાઓ ખૂલતાા જ શાળાનું વ્યવસ્થાપન સંભાળતા જ જ્ઞાનજ્યોતના દિનેશની દાઢ સળવળી હતી. તેણે સ્વિમીંગપૂલમાં પાઠ ભણાવવા બે વિદ્યાર્થિનીઓને પોચાના ચેમ્બરમાં બોલાવી હતી અને અડપલા કર્યા હોવાની વાત સામે આવી હતી. ડર અને સંકોચના લીધે વિદ્યાર્થિનીઓએ શરૂઆતમાં કંઈ કહ્યું નહોતું પણ પછીથી તેમણે તમામ ઘટનાનો ફોળ પાડ્યો હતો અને પોલીસે દિનેશ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Protest by Mahila Congress at BJP office