



ગુજરાતમાંથી પસાર થનાર દિલ્હી–મુંબઈ વચ્ચે બની રહેલા ગ્રીન એક્સપ્રેસવે પર ભરુચ પાસે નર્મદા નદી પર બાંધવામાં આવી રહેલો આઇકૉનિક બ્રિજ ભારતનો પ્રથમ આઠ લેનનો પુલ બનશે. ભારતનાં પાંચ રાજ્યોમાંથી પસાર થતા દિલ્હી–મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસવેનું કામ ચાલી રહ્યું છે. આ ૧૩૮૦ કિલોમીટર લાંબો એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે. બે કિલોમીટર લાંબો એકસ્ટ્રાડોઝ કેબલ સ્પાન બ્રિજ, ભરુચ નજીક નર્મદા નદી પર આઇકૉનિક બ્રિજના રૂપમાં બની રહ્યો છે. ગુજરાતમાં ૪૨૩ કિલોમીટરનો આ એક્સપ્રેસવે બની રહ્યો છે. નવો એક્સપ્રેસવે બની જશે ત્યારે દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ ૨૪ કલાકથી ઘટીને ૧૨ કલાક થવાની ધારણા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Iconic Bridge India’s first 4-lane bridge: On the river Narmada