



વાયરલ ફીવરના લક્ષણો
થાક, મસલ્સમાં અથવા શરીરમાં દુખાવો,આંખો લાલ થવી,માથામાં દુખાવો થવો, હાઈ ફીવર, ખાંસી, સાંધાઓમાં દર્દ, દસ્ત, ત્વચા પર લાલ રેશિઝ, શરદી, ગળામાં દર્દ, ઠંડી લાગવી
વાયરલ ફીવર આવે તો કરો આ ઉપાય
– દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો. આ સિવાય ડાયટમાં સૂપ, જ્યૂસ, કોફીને પણ સામેલ કરો. ડેઈલી ડાયટનું ધ્યાન રાખો.
– લસણને ભોજનમાં અવશ્ય સામેલ કરો. આ સિવાય જેતૂનના તેલમાં લસણની 2 કળીઓ ગરમ કરીને આ તેલથી પગના તાળવા પર માલિશ કરો.
– 1 લીટર પાણીમાં 1 ચમચી લવિંગનો પાઉડર અને 10-12 પાન તુલસીના તેમાં નાખો. તેને ઉકાળીને દર 2 કલાકમાં આ પાણી પીવો.
– તાવ આવે તો સૌથી પહેલાં 2 કપ પાણીમાં એક ટુકડો આદુ, અપટી હળદર, 4-5 કાળા મરીનો પાઉડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો. દિવસમાં 3-4 આ ઉકાળો પીવાથી તાવમાં તરત આરામ મળે છે.
– 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી આખા ધાણાને ઉકાળો. પછી પાણી અડધું રહે એટલે આને પીવો. તેનાથી તાવ ફટાફટ ગાયબ થઈ જશે.
– રાતે 1 કપ પાણી 1 ચમચી મેથી દાણા પલાળી દો. સવારે પાણી ગાળીને તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો.
– તાવ આવે ત્યારે ઈમ્યૂનિટી લો થઈ જાય છે. એવામાં વાયરલ ફીવરમાં ગિલોયનું સેવન લાભકારક છે. તમે ગિલોયની ટેબલેટ અથવા તેનો ઉકાળો બનાવીને પી શકો છો.
– વાયરલ ફીવરમાં આદુવાળી ચા બેસ્ટ છે. તેનાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. ગળાના દુખાવામાં રાહત મળે છે અને શરદી ખાંસીમાં પણ આરામ મળે છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Symptoms and treatment of viral fever