



આજે વહેલી સવારથી ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલુ છે. અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો ચૂંટણી જંગ જામ્યો છે. આ દરમિયાન બબાલ થઈ હોવાના અહેવાલ મળ્યા છે. ભાજપ અને આપ વચ્ચે માથાકૂટ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આપ પાર્ટીના બુથ પર ખુરશીઓ ઉછળી છે. કૂડાસણમાં બબાલ થઈ હતી. ઉપરાંત વોર્ડ 10 હેઠળના સેક્ટર 6માં આપના કાર્યકરોને માર મરાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.બીજી તરફ મતદાન શરૂ છે. બપોર સુધીમાં 30.07 ટકા મતદાન થયું છે. સૌથી વધુ વોર્ડ-7માં 42 ટકા અને સૌથી ઓછું વોર્ડ-5માં 21.57 ટકા મતદાન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ લોકશાહીના મૂલ્યોનું સંવર્ધન કરતાં આજરોજ રાયસણ ખાતે મતદાન કર્યું હતું. મતદાનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે.
વોર્ડ નં.10 હેઠળ આવતા સેક્ટર 6માં કાળી કારમાં આવેલા શખ્સો દ્વારા આપનાં કાર્યકરોને માર મરાયો હોવાનો આરોપ છે. સાથે બૂથ તોડીને હુમલાખોરો જતા રહ્યાનો આપે આક્ષેપ થયો છે. જેને પગલે બ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સેક્ટર-15 વોર્ડ-6માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે અને પોલીસે પાર્ટીના 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. ટોપી પહેરીને આવેલા આપના કાર્યકર્તાઓ પાસે આઇકાર્ડ માંગવામાં આવ્યા હોવાના પણ અહેવાલ છે. બીજી તરફ ભાજપના કાર્યકરો ખેસ પહેરી આવતા કોંગ્રેસે વાંધો લેતા હોબાળો મચ્યો છે. વોર્ડ 5 હેઠળ આવતા સેક્ટર 22 નાં 100થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે હોબાળો મચ્યો છે.
આપના કાર્યકરોને પોલીસે ડિટેન કરતાં આપની ટીમ કલેક્ટરને મળવા ગઇ હતી. આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરે જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ હેરનગતી કરે છે, જે અંગે અમે કલેક્ટર કુલદીપ કારીયા સાહેબને રજૂઆત કરી છે. કલેક્ટરે જણાવ્યુ છે કે, પોલીસને બુથથી 200 મીટર દુર કોઇને રોકવાનો અધિકાર નથી. કોઇ પણ કાર્યકર્તાઓએ ડરવાની જરૂર નથી કંઇપણ તમને હેરાનગતી થતી જણાય તો લીગલ ટીમ હાજર છે તેમને જાણ કરવી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gandhinagar Municipal Corporation Election: Headbutt between BJP and AAP