#The Ambaji Temple will be open from 6 a.m. to 1:30 p.m.
Aastha Magazine
#The Ambaji Temple will be open from 6 a.m. to 1:30 p.m.
ધાર્મિક-ધર્મયાત્રા

અંબાજી મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 1:30 વાગ્યા સુધી ખૂલ્લું રહેશે

શક્તિ પીઠ અંબાજી મંદીર દર્શન માટે આવતા યાત્રિકોને કોઈ તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા ભોજન અને આરોગ્ય વ્યવસ્થા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ કોરોનાની ગાઈડલાઇનને લઇ સેનેટાઈઝર, માસ્ક સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

યાત્રિકોને લાવવા લઇ જવા માટે 100 જેટલી એસટી બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સુરક્ષાને લઇને પોલીસ વિભાગ દ્વારા 5 હજાર જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. તો માતાજીના પ્રસાદ માટે 9 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.યાત્રિકોની સેવા માટે 10 જેટલી 108 એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે. જ્યારે યાત્રિકોને રેલીંગમાં પાણી માટેની સગવડ કરાઈ છે. 15થી 20 સપ્ટેમ્બર સુધી મંદિરના દર્શનના સમયમાં પણ વધારો કરાયો છે. વહેલી સવારે 6 વાગ્યાથી રાત્રે 1:30 વાગે સુધી મંદિર ખૂલ્લુ રહેશે.અંબાજી મંદિરને ખૂલ્લા રાખવાના તંત્રના નિર્ણયથી અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. ઘણા દિવસોથી યાત્રિકો અંબાજી મંદિરને લઇ રાહ જોઈ રહ્યા હતા કે મેળો યોજાશે કે નહિ તેને લઇ યાત્રિકો મુંઝવણમાં હતા. જોકે, હવે મંદિર ખૂલ્લું રાખવાના નિર્ણયથી ભક્તોમાં આનંદ છવાયો છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#The Ambaji Temple will be open from 6 a.m. to 1:30 p.m.

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

ઈદ-એ-મિલાદની ઉજવણીની છૂટ : ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે.

aasthamagazine

ગીરનારની પરિક્રમા 400 સાધુ-સંતો જ કરી શકશે

aasthamagazine

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ૧૫ કિલો ચાંદીનો શણગાર

aasthamagazine

શ્રદ્ધાળુઓ માટે શિરડી મંદિરના કપાટ ખૂલી જશે

aasthamagazine

ભાદરવી પૂર્ણિમા : યાત્રાધામ અંબાજીમાં સંઘ પહોંચ્યા

aasthamagazine

Leave a Comment