



ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન શરૂ છે. જેમાં મતદાનના પ્રથમ અઢી કલાકમાં 6 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં સવારના નીરસ મતદાન બાદ હવે મતદારોમાં ઉત્સાહ વધી રહ્યો છે. તેમજ વોર્ડ નં 4માં સેક્ટર 20 સરકારી પ્રાથમિક શાળામાં મતદારોની લાઇન લાગી છે.આ ઉપરાંત સવારથી શરૂ થયેલા મતદાનમાં અનેક બુથ પર EVMમાં ખામી સર્જાઈ હતી. જેમાં સેક્ટર 21, 22 અને 24માં EVMમાં ખામી સર્જાઈ હતી. તેમજ ફરિયાદ બાદ ઇવીએમ બદલવામાં આવ્યા હતા.જ્યારે સેક્ટર 3માં વોર્ડ નં 9 મા વહેલી સવરથી સારુ મતદાન થઈ રહ્યું છે. જેમાં પ્રથમ દોઢ કલાકમા 20 ટકા મતદાન થયું હતું. તેમજ સરકારી દવાખાનાના મતબુથ પર મતદારોની ભીડ જોવા મળી હતી. પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ પણ 99 વર્ષની વયે મતદાન કરવા આવ્યા હતા. હીરા બાએ પોતાના પરિવારના સહારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે
#Gandhinagar: Voting for 44 seats in 11 wards of the corporation: Modi’s mother cast her vote
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)