#Income limit is limited to three years
Aastha Magazine
#Income limit is limited to three years
ગુજરાત

આવકના દાખલાની મર્યાદા ત્રણ વર્ષ સુધીની કરાઇ

રાજયમાં આવકના દખલા માટે દર વર્ષે નવો દાખલો કઢાવવા માટે મોટા ભાગના લોકોને ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે આવકના દાખલાની મર્યાદા વધારી ત્રણ વર્ષની કરવામાં આવી છે. એટલે કે, હવે કોઇ પણ વ્યક્તિએ આવકનો દાખલો ત્રણ વર્ષમાં એક વાર કઢાવવાનો રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં ડિજીટલ ગુજરાત અન્વયે આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે તેની સમયમર્યાદા હવે ૧ વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવામાં આવી છે.

ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવતા નિર્ણયને પરિણામે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને હવે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવાની સરળતા થશે.

રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રાખવામાં આવે છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Income limit is limited to three years

Related posts

Rajkot Police CP Manoj Agrawal BREAKING NEWS – 01/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાતમાં ફેબ્રુઆરી–2022માં જ વિધાનસભાની ચૂંટણી યોજી નાખવા તૈયારી

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 13/01/2022

aasthamagazine

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

aasthamagazine

દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા 3 લાખની લાંચ લેતા ઝડપાયા

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 10/01/2022

aasthamagazine

Leave a Comment