



ઈમ્પીરીયલ પેલેસમાં ન્યુડ ડાન્સનો વિડીયો વાયરલ થયાના બીજા દિવસે હજુ આ જલસા પાર્ટીની ડાન્સર કે આ પાર્ટીના આયોજક બેનકાબ થયા નથી વિડીયોમાં દેખાતો ડાન્સ ઈમ્પીરીયલ હોટલના છઠ્ઠા માળે એક્ઝિકયૂટીવ કેટેગરીના રૂમમાં થયાનું પોલીસનું તારણ છે પરંતુ મહેફ્લિના મુખ્ય પાત્રો બાબતે હોટેલ રજીસ્ટર, સીસીટીવી ફ્ૂટેજ વગેરેની ચકાસણી ચાલી રહી છે પોલીસે આ કિસ્સામાં વિડીયોની સચ્ચાઈ માટે હ્લજીન્ની મદદ પણ લીધી છે બીજી તરફ્ આ વિડિયોનું સસ્પેન્સ ઉકેલાય તે પહેલા જ આજે વધુ એક ન્યુડ વિડીયો પણ બહાર આવ્યો છે. શહેરમાં ફઈવ સ્ટાર કેટેગરી હોટલ ઈમ્પીરીયલ પેલેસમાં એક શાનદાર પાર્ટી યોજાઈ હોય જેમાં ડાન્સર યુવતીઓને બોલાવી તેની પાસે નગ્ન નાચ કરાવવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે આ અંગે પોલીસ તપાસના બીજા દિવસે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં ડીસીપી મનોહરસિહ જાડેજાએ જણાવ્યું હતું કે વિડીયો વાયરલ થયા બાદ એ ડીવીઝન પોલીસ મથકમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે અને તપાસ એ ડીવીઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ કરી રહી છે સૌપ્રથમ મૂળ સુધી પહોચવા માટે સોર્સ ઓફ્ ઓથેન્ટીસીટી ઓફ્ વિડીયો એટલે કે વિડીયો કોણે ઉતાર્યો અને કોણે વાયરલ કર્યો તે જાણવું ખુબ મહત્વનું હોવાથી પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે વિડીયો હ્લજીન્માં મોકલવામાં આવ્યો છે તેનો રીપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે તેમજ આ વિડીયો હોટલ ઈમ્પીરીયલ પેલેસનો જ છે તે તપાસમાં સાબીત થાય છે પરંતુ પાર્ટી મોટાપાયે હતી કે કેમ તે તપાસનો વિષય છે.
વધુમાં ડીસીપી જાડેજાએ જણાવ્યું હતું કે હોટલના ૨૩ તારીખથી એક સપ્તાહ સુધીના તમામ સીસીટીવી ફ્ૂટેજ અને એક સપ્તાહની રજીસ્ટરની એન્ટ્રી અમે તપાસના કામે કબજે કરેલ છે અને તેની ચકાસણી ચાલી રહી છે આજે વધુ એક વિડીયો વાયરલ થયો છે જે આ હોટલનો નહિ હોવાનું સ્પષ્ટ થાય છે તેમજ હોટલના સ્ટાફ્ના નિવેદન નોંધવામાં આવ્યા છે મેનેજમેન્ટના નિવેદન મુજબ રૂમમાં શું થતું હોય તેનો અમને ખ્યાલ હોતો નથી પરંતુ અમારી હોટલમાં પાર્ટી થઇ નથી હજુ જરૂર પડયે અન્ય સ્ટાફ્ કર્મચારીઓના પણ નિવેદન નોંધવામાં આવશે કોઈ હોટલમાં કોઈ દંપતી કે પ્રેમી કપલ આવું કરતુ હોય તો તેમાં ગુનો બનતો નથી પરંતુ જો કોઈ પાર્ટી થતી હોય તો ગુનો દાખલ થઇ શકે છે જે ફ્લોર ઉપરનો આ વિડીયો છે તે ફ્લોર એક્ઝિક્યુટીવ કેટેગરીના લોકોને જ આપવામાં આવતો હોય છે આ અંગેની તપાસ એ ડીવીઝન પીઆઈ જોષી ચલાવી રહ્યા છે. તપાસના બીજા દિવસે હજૂ સસ્પેન્સ ખૂલે તે પહેલા જ બીજો વિડીયો બહાર આવ્યો છે, જે ન્યૂડ ડાન્સનો છે, હવે આ ડાન્સ ક્યા થયેલો અને કોણે યોજેલો તે પણ તપાસનો વિષય છે.
જો હોટલની કોઈ ક્ષતિ હશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે- ફઈવ સ્ટાર કેટેગરીની હોટલ ઈમ્પીરીયલ પેલેસમાં થયેલ ન્યુડ પાર્ટીના વાયરલ વિડીયોએ ભારે ધૂમ મચાવી છે જો કે આ હોટલમાં રૂમ ભાડે રાખનારથી લઈને ફ્ૂડ સુધીની તમામ વ્યવસ્થાઓ ઉપર પુરતું ધ્યાન આપવામાં આવતું હોય છે છતાં આ ઘટનામાં જો હોટલની કોઈ ક્ષતિ જણાશે અથવા ઇનલીગલી કઈ સામે આવશે તો હોટલ મેનેજમેન્ટ સામે પણ પગલા લેવાશે.
વિડીયો વાયરલ કરનાર સામે ફ્રિયાદ આવશે તો તેની સામે પણ પગલા લેવાશે- હોટલની પેરેલર બિલ્ડીંગથી કોઈએ આ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે આ વિડીયો ઉતારનાર શખસની ઓળખ મળ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે શું તેણે કોઈ બદ ઈરાદે બ્લેકમેઈલ કરવા વિડીયો ઉતાર્યો કે કેમ જો તેની સામે પણ કોઈ ફ્રિયાદ આવશે તો તેમાં પણ પોલીસ પગલા લેશે.
મોરબીના માલેતુજાર લોકોએ રાજકોટમાં પાર્ટી યોજી હોવાની ચર્ચા- ન્યુડ વિડીયો વાયરલ થયા બાદ શહેરમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડયું છે એક ચર્ચા મુજબ મોરબીના કોઈ માલેતુજાર વ્યક્તિએ પ્રથમ આ પાર્ટી મોરબીમાં યોજવાનું નક્કી કર્યું હતું પરંતુ ત્યાં કોઈ કારણોસર આવી ન્યુડ પાર્ટી યોજી શકાય તેવી વ્યવસ્થા નહિ થતા પાર્ટી ટ્રાન્સફ્ર કરી રાજકોટની ઈમ્પીરીયલ પેલેસ હોટલમાં યોજવાનું નક્કી કર્યું હોય અને અહીં પાર્ટી યોજી હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે.
#Rajkot: A wealthy man from Imperial Palace Hotel Morbi organized a nude party
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)