



રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી એક પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાયો નહોતો. પરંતુ ત્રણ વર્ષ બાદ ફરી રાજકોટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાવા જઇ રહ્યો છે. 17 જૂન 2022માં ભારત અને આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાશે. આ માટે ક્રિકેટ બોર્ડે કાર્યક્રમ પણ તૈયાર કર્યો છે. આફ્રિકા સામે પાંચ મેચની શ્રેણીનો ચોથો મેચ રાજકોટમાં રમાશે. 6 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન-ડે મેચ રમાશે. ભારત ઘર આંગણે ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને આફ્રિકા સામે 14 ટી-20, ત્રણ વન-ડે અને ચાર ટેસ્ટ મેચ રમશે.
17 જાન્યુઆરી-2020માં છેલ્લો મેચ રમાયો હતો
આફ્રિકા સામે પાંચ મેચની શ્રેણીનો ચોથો મેચ રાજકોટમાં રમાશે. 17 જાન્યુઆરી-2020માં રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાયો હતો. બાદમાં એક પણ મેચ રમાયો નથી. આ વૈશ્વિક આયોજન બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની મેજબાની કરશે. ભારતની આ શ્રેણી માટે પહેલાંથી જ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે અને આજે તેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે. ખાસ કરીને રાજકોટમાં ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે અને 17 જૂન-2022ના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 મુકાબલો થશે.
શ્રેણીનો ચોથો મેચ હોવાથી નિર્ણાયક સાબિત થાય તો નવાઇ નહીં
આ ઉપરાંત અમદાવાદમાં છઠ્ઠી ફેબ્રુઆરીએ ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન-ડે મેચ રમાશે. આ પહેલાં રાજકોટમાં 17 જાન્યુઆરી-2020માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાયો હતો. ત્યારપછી કોરોનાનું ગ્રહણ લાગી જતાં ક્રિકેટ કેલેન્ડર ખોરવાઈ ગયું હતું.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#The T20 match between India and Africa will be played on June 17, 2022 in Rajkot