



રાજકોટ શહેરના પોશ એરિયામાં આવેલી એક ખ્યાતનામ 5 સ્ટાર હોટલમાં યુવતી નિર્વસ્ર હાલતમાં ડાન્સ કરતી હોય એ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો. આ વીડિયો આજે સવારથી શહેરમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. ત્યારે આ વાઇરલ વીડિયો મામલે રાજકોટ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો વાઇરલ વીડિયો શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઈમ્પીરિયલ પેલેસ પહોંચી ગઈ છે. રાજકોટ શહેરનાં ટ્રાફિકથી ધમધમતા અને પોશ વિસ્તારમાં આવેલી એક હોટલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક યુવતી નગ્ન હાલતમાં ડાન્સ કરતી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. વાઇરલ વીડિયો અંગે અનેક પ્રકારની જુદી જુદી ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં કોઈ પાર્ટી હોવાનું તો કોઈ મોડેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ત્યારે સવાલ એ છે કે રાજકોટની હોટલમાં શું આ પ્રકારની અશ્લીલ હરકતો ચાલી રહી છે? ઇમ્પીરિયલ પેલેસ હોટલના મેનેજર રાહુલ રાવે જણાવ્યું હતું કે હોટલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયો એડિટિંગ કરી કોઈએ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. હોટલમાં આવતા ગ્રાહક રૂમની અંદર શું કરે છે એ અમે થોડું જોવા જઇએ છીએ.
આ કાંઈ થોડું મંદિર છે કે અહીં લોકો પૂજા કરે…પોલીસ-તપાસમાં જે આવશે એમાં અમે સહયોગ આપીશું.રાજકોટના યાજ્ઞિક રોડ પર ખ્યાતનામ હોટલમાં યુવતીનો નિર્વસ્ત્ર હાલતમાં ડાન્સ કરતો વાઇરલ વીડિયો મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસસૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વાઇરલ વીડિયોમાં દેખાતી યુવતી મુંબઈથી રાજકોટ આવી હોવાનું અને યુવતી મોડેલ હોવાનું સામે આવી રહ્યું છે. યુવતીને મોરબીના ઉદ્યોગપતિ દ્વારા બોલાવવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે આ મામલે હોટલમાં આવતા લોકોનો રેકોર્ડ તપાસી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વાઇરલ વીડિયો એક સપ્તાહ પૂર્વેનો હોવાનું સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સામે આવી રહ્યું છે. હોટલના રૂમમાં યુવતીના નિર્વસ્ત્ર ડાન્સનો વીડિયો કોઇએ સામેની બાજુ ઊંચા બિલ્ડિંગમાંથી ઉતાર્યો હોવાનું પણ બહાર આવી રહ્યું છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Imperial Palace Hotel Manager: This is a little temple for people to worship here: Naked girl’s dance