#Heavy rains closed 207 roads, including 6 state highways and 1 national highway
Aastha Magazine
#Heavy rains closed 207 roads, including 6 state highways and 1 national highway
ગુજરાત

ભારે વરસાદથી 6 સ્ટેટ હાઇવે અને 1 નેશનલ હાઇવે સહિત 207 રસ્તા બંધ

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મુજબ, 29 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યાની સ્થિતિમાં રાજ્યમાં 207 રસ્તા બંધ છે.
20 જિલ્લામાં 207 રસ્તા બંધ
ગુજરાતમાં અમદાવાદ, સુરત તથા રાજકોટ સહિત 20 જિલ્લામાં 207 રસ્તા ભારે વરસાદને પગલે રસ્તા પાણીમાં ડૂબી જવાથી અથવા તો ધોવાઈ જતાં બંધ કરવા પડ્યા હતા, જેમાં 6 સ્ટેટ હાઈવે, 197 પંચાયત રોડ તથા 1 નેશનલ હાઈવેનો સમાવેશ છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 40 માર્ગ તથા સુરતમાં 37, નવસારીમાં 24 અને ડાંગમાં 20 રસ્તાઓ બંધ છે. રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અરબ સાગરમાં શાહીન વાવાઝોડું સર્જાઈ રહ્યું છે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પૂર્વ અસરના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’ સર્જાઈ રહ્યું છે. 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્દભવશે અને એ ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે. “શાહીન” વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Heavy rains closed 207 roads, including 6 state highways and 1 national highway

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/03/2022

aasthamagazine

ગુજરાત : ઓછા વરસાદને લીધે ગુજરાતમાં દુકાળની શક્યતા

aasthamagazine

ગુજરાત : બેરોજગાર લોકોની આત્મહત્યામાં દેશમાં ચોથા ક્રમે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/01/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 19/01/2022

aasthamagazine

નીતિન પટેલની સુરક્ષા વધારી દેવામાં આવી

aasthamagazine

Leave a Comment