



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (30 સપ્ટેમ્બર) રાજસ્થાનમાં ચાર મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કર્યો છે. વડાપ્રધાને રાજસ્થાનના બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને દૌસા જિલ્લામાં ચાર નવી મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કર્યો છે. આ સાથે તેમણે રાજ્યના પાટનગર જયપુરમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી (CIPET) નું ઉદ્ઘાટન પણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું.શિલાન્યાસ અને ઉદ્ઘાટન બાદ પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 100 વર્ષના સૌથી મોટા રોગચાળાએ વિશ્વના આરોગ્ય ક્ષેત્ર સામે અનેક પડકારો ઉભા કર્યા છે. દરેક દેશ પોતાની રીતે આ સંકટનો સામનો કરવામાં વ્યસ્ત છે. ભારતે કોવિડ આપત્તિમાં આત્મનિર્ભર બનવાનો સંકલ્પ કર્યો છે. રાજસ્થાનમાં 4 મેડિકલ કોલેજોના નિર્માણનો કાર્યક્રમ અને પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થાનું ઉદ્ઘાટન આ દિશામાં મહત્વનું પગલું છે.વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014થી કેન્દ્ર સરકાર દ્વારા રાજસ્થાનમાં 23 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી 7 મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી છે. આજે બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને દૌસામાં નવી મેડિકલ કોલેજોનું નિર્માણ શરૂ થયું છે. મને આશા છે કે, રાજ્ય સરકારના સહકારથી આ નવી મેડિકલ કોલેજોનું બાંધકામ સમયસર પૂર્ણ થશે. છેલ્લા 6-7 વર્ષોથી, દેશના આરોગ્ય ક્ષેત્રે મને જે ખામીઓ લાગી રહી છે, તેને દૂર કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Prime Minister Narendra Modi laid the foundation stone of 4 medical colleges in Rajasthan