



ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ છે. બીજી બાજુ શાહીન વાવાઝોડાનુ સંકટ પણ તોળાય રહ્યુ છે. વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાતના ઘણા વિસ્તારો માટે આશીર્વાદરુપ બનીને આવ્યો છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છના વિસ્તારો સિઝનના 100% વરસાદને આંબી ગયા છે અથવા તો તૈયારીમાં છે. આમાં પણ રાજકોટ (122%) અને જામનગર (125%) માથે તો અતિવૃષ્ટિનું સંકટ સર્જાયું છે.
– રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સિઝનનો 100%થી વધુ વરસાદ પડી ગયો
– અરવલ્લીમાં રાજ્યનો સૌથી ઓછો 62%, ડાંગમાં 66% જ વરસાદ, મધ્યમાં પણ હજી એક વ્યવસ્થિત રાઉન્ડની જરૂર
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Universal Rainy Weather-Hurricane Crisis-Extreme Rain Crisis: Megharaja Khamma Karo