#Major damage to early planting due to rains
Aastha Magazine
#Major damage to early planting due to rains
માર્કેટ પ્લસ

વરસાદના કારણે આગોતરા વાવેતરને મોટુ નુકસાન

ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હવે ‘શાહીન’ નામના વાવાઝોડાનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. આવનારા ત્રણ દિવસ હજુ ગુજરાત ઉપર ભારે છે ત્યારે ખેડૂતોની ચિંતા વધી છે. ગુજરાતમાં આ વખતે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. સૌરાષ્ટ્રનો સૌથી મહત્વનો પાક મગફળી અને કપાસ છે. સમયસર વરસાદ ના થયો તો કપાસ અને મગફળીના પાકને અસર થઇ અને હવે વધુ વરસાદ થયો છે તો ખેડૂતોને વધુ પડતું નુકસાન થયું છે.કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્રમાં વાવેતરની બે પેટર્ન છે. એક, મે મહિનાના એન્ડમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં આગોતરું વાવેતર કરવું. આ વાવેતર 30 થી 35 ટકા જેટલું હોય છે. બીજું, સીઝનનું વાવેતર થાય છે. એટલે ચોમાસાની શરૂઆતમાં એક સારો વરસાદ વરસી જાય પછી વાવેતર થાય. હાલમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આગોતરા વાવેતરને ખરાબ અસર થઇ છે. કારણ કે આ પાક લગભગ તૈયાર થઇ જવામાં હોય. જયારે સીઝનમાં થયેલા વાવેતરમાં એટલું નુકસાન ના થાય એટલા માટે કે હજુ એ સરખા પાક્યા ના હોય. છતાં સૌરાષ્ટ્ર-ગુજરાતનું કપાસ અને મગફળીનું નુકસાનીનું ચિત્ર જોઈએ તો અતિભારે વરસાદના કારણે મગફળીમાં 20 ટકા અને કપાસમાં 30 ટકા નુકસાનીનો અંદાજ છે.ગુજરાતભરમાં કપાસ અને મગફળીનું વાવેતર થાય છે, પણ આ બંને પાકનું 80 ટકા વાવેતર સૌરાષ્ટ્રમાં થાય છે. ગુજરાતમાં આ વર્ષે મગફળીનું વાવેતર 19 લાખ હેક્ટરમાં થયું છે જયારે કપાસનું વાવેતર 23 લાખ હેક્ટરમાં થયું છે.

સામાન્ય રીતે કપાસમાં જીવાત અને ઈયળ થવાનો ભય રહે છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સમયસર વરસાદ ના થયો એટલે કપાસ અને મગફળી મુરઝાવાની તૈયારીમાં હતા પણ પછી સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ વરસી જતાં મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું હતું.કપાસમાં આગોતરા માલનું નિકંદન નીકળી ગયું છે. આગોતરા કપાસ હવે પાણી સુકાય એટલે કાપી નાંખવા પડે તેમ છે, કારણ કે જીંડવા વરસાદને લીધે ખરી ગયા છે અને છોડ ઉભા છે તે સૂકાવા લાગ્યા છે. એ જોતા આગોતરા માલમાં 30-35 ટકા જેટલું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ગોંડલ તાલુકાના લીલાખા ગામના અગ્રણી ખેડૂત તેમના અભ્યાસ પ્રમાણે કહે છે, આગોતરા માલમાં નુકસાની મોટી છે. ખેડૂતો પાસે હવે કાપીને તરત શિયાળુ પાકો લેવા સિવાયનો વિકલ્પ રહ્યો નથી. પાછોતરાં વાવેતરમાં બહુ સમસ્યા નથી પણ હવે વરસાદ પડે તો તેમાંય જીંડવા ખરી જશે. કપાસ-રૂના ઉત્પાદનનાં અંદાજો આ વખતે અનિશ્ચિત રહે તેમ છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Major damage to early planting due to rains

Related posts

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

માચિસની કિંમત 1 ડિસેમ્બરથી 1 રૂપિયાના બદલે બે રૂપિયા

aasthamagazine

ફાઈનેંસ, બેંકિંગ પોસ્ટ અને બીજા સેક્ટરથી સંકળાયેલા ઘણા નિયમો આજથી બદલી રહ્યુ છે

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

આ અઠવાડિયે 3 દિવસ બેંક રહેશે બંધ

aasthamagazine

પહેલા નોરતે જ ગુજરાતમાં પેટ્રોલના ભાવ રૂ. 100 પ્રતિ લિટર થઈ ગયા

aasthamagazine

Leave a Comment