



રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને એલર્ટ કરાયા છે. હવામાન વિભાગની આગાહી પગલે એનડીઆરએફ અને કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ મોડ ઉપર રહેવાના આદેશ આપ્યા છે. ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ 24 કલાક માટે કાર્યરત કરવામાં આવ્યા છે. સંભવિત ભારે વરસાદની આગાહી વાળા જિલ્લામાં સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા સતત સંપર્ક રહેશે. ઉભી થનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા કવાયત હાથ ધરાઈ છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: Districts of Saurashtra and South Gujarat alerted: Possible heavy rains forecast