#Inflation: Rising prices of vegetables: Heavy loss of vegetables due to rains
Aastha Magazine
#Inflation: Rising prices of vegetables: Heavy loss of vegetables due to rains
માર્કેટ પ્લસ

મોંઘવારી : શાકભાજીના ભાવમાં વધારો : વરસાદના કારણે શાકને ભારે નુકશાન

રાજયમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શાકભાજીના પાકને અસર પહોંચી છે. જેને પગલે શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવ વધ્યા હોવાનું વેપારી જણાવી રહ્યાં છે. વરસાદને કારણે ગવાર, ચોરી, ભીંડા, દૂધી, રીંગણ, કોથમીર અને ફુલાવરના શાકભાજીના પાકને ભારે અસર થઇ છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે શાકને ભારે નુકશાન પહોંચ્યું છે. સાથે જ પરપ્રાંતમાંથી આવતી શાકભાજીની આવક ઘટતા પણ ભાવને અસર થઇ છે. અત્યારની સ્થિતિ પ્રમાણે 50 થી 60 ટકા શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદને કારણે શાકભાજીના પાકને 50 થી 60 ટકા નુકશાન થયું છે. અને ચોમાસામાં શાકભાજીના સમયે પુષ્કળ વરસાદ પડતાં પાકને નુકશાન થતા ભાવ વધ્યો હોવાનું વેપારી જણાવી રહ્યાં છે. સાથે જ વરસાદ ઘટે તો નવો પાક આવે અને ભાવ ઘટે તેવું પણ વેપારી જણાવે છે. અને, આગામી 2 મહિના સુધી ભાવ ઘટવાની શકયતા ઓછી હોવાનું વેપારીએ ઉમેર્યું છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Inflation: Rising prices of vegetables: Heavy loss of vegetables due to rains

Related posts

સીએનજી-પીએનજી વધુ મોંઘા થયા

aasthamagazine

આ અઠવાડિયે 3 દિવસ બેંક રહેશે બંધ

aasthamagazine

કપાસિયા તેલમાં 15 રૂપિયાનો ભાવવધારો, ડબ્બો રૂ.2215

aasthamagazine

રીલાયન્સ જીયોના 1.30 કરોડ ગ્રાહક ઘટયા એરટેલ કંપનીએ 4.5 લાખ નવા યુઝર્સ

aasthamagazine

ઘઉંના ભાવમાં એક જ દિવસમાં ક્વિન્ટલે 400 રૂપિયાની તેજી

aasthamagazine

10 માર્ચ પછી પેટ્રોલ-ડીઝલમાં આવી શકે મોટો વધારો

aasthamagazine

Leave a Comment