



વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયું છે. વિધાનગૃહમાં આરંભે જ સ્પીકરપદે કચ્છના MLA ડો. નીમા આચાર્યને સર્વાનુમતે નિમણૂંક કરવાંમાં આવી હતી. કોરોના કાળમાં મૃત્યું પામેલા લાખો લોકોને કોંગ્રેસ પક્ષે વિધાનસભા ગૃહમાં કોરોનામાં મૃતકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
રાજ્યમાં પકડાયેલા ડ્રગ્સ મુદ્દે વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો થયો છે. વિરજી ઠુમ્મરે સરકારને આરોપીઓને પકડવા માટે ઉગ્ર રજુઆત કરી છે. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, ગૃહ વિભાગ સુરક્ષિત હાથોમાં છે.
ગુજરાતમાંથી પકડાયેલા હેરોઇનનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો હતો. વિરજી ઠુમરે સરકારને આરોપીને પકડવા ઉગ્રતાથી રજુઆત કરી. જોકે સરકાર તરફથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો જવાબ કહ્યું, ગૃહ વિભાગ સુરક્ષિત હાથમાં છે. એટીએસ દ્વારા ખૂબ મોટું ઓપરેશન પાર લાડયું છે. 30 કિલો જેટલું હિરોઇન પકડ્યું છે .
ગૃહ મંત્રીએ કહ્યું વિપક્ષ પોલીસની કામગીરીને બિરદાવવા ને બદલે ટીકા કરે છે. ગુજરાતમાં પકડાયેલ દ્રગ્સ અને હિરોઇન મુદ્દે ગૃહમાં હોબાળો. કોંગ્રેસનો હલાબોલ- સરકારની મીઠી નજર હેઠળ કરોડોનું દ્રગ્સ કંડલા પોર્ટ પર ઉતાર્યું છે.
જેનો સરકારે જવાબો આપવા જોઇએ. સરકાર લાજવાના બદલે ગાજે છે. પોલીસને સરકારે પટાવાળા બનાવી દીધા છે. કોંગ્રેસના ધારાસભ્યો ઉભા થઈ ગયા હતા.
અમદાવાદમાં ડ્રગ્સ મુદ્દે વિધાનસભામાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસના MLAના પ્રશ્નમાં સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો. જેમાં 31 ઓગસ્ટની સ્થિતિએ રૂ.1.30 કરોડનું ડ્રગ્સ પકડાયું હોવાની હકીકત મૂકવામાં આવી છે અને ડ્રગ્સ સાથે 19ની ધરપકડ અને 4 આરોપી હજુ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિરજીભાઈએ જણાવ્યું હતું કે પોલીસનું મોરલ ડાઉન કરવાનુ કામ થયુ છે. ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યો ઉભા થયા હતા અને હર્ષ સંઘવી હાય હાયના નારા લગાવવામાં આવ્યા છે અને 21 હજાર કરોડનુ ડ્રગ્સ સરકારની મીઠી નજર હેઠળ આવ્યું હોવાની બૂમો ઉઠી હતી. આ ઉપરાંત નવસારીના કસ્ટોડિયલ ડેથના 3 કિસ્સા સામે આવ્યાના હોવાનું અને ટેકાના ભાવે ખરીદીમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન કોઇ પણ ગોટાળો નહી થયો હોવાનું પણ સામે આવ્યું હતું. કોઇ ગામના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું કન્ટેન્ટ મળી આવ્યું હતું. આ તત્વના કારણે મિથેઇમોગ્લોબીનેમિયા (બ્લુ બેબી) નામનો રોગ થવાનો ભય છે. 31 જિલ્લામાં ભૂગર્ભ જળમાં નાઇટ્રેટ કન્ટેઇનમેન્ટનું પ્રમાણ જરૂરિયાત કરતા વધારે હોવાનું સામે આવ્યું છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Monsoon session: Congress walkout with hi-hi slogans