



ગુજરાત વિધાનસભાની બે દિવસની કાર્યવાહીના બીજા દિવસે આજે કોરોના મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવી દીધો હતો. કોંગ્રેસે ગૃહમાં હલ્લાબોલ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ્યા હતા. સી.એમ. પટેલ ગૃહ છોડી બહાર નિકળી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ રામ જય રામ જય જય રામ ભાજપ કો સદબુદ્ધિ દે ભગવાન ની ધૂન ગૃહમાં શરૂ કરી હતી. આજે વિધાનસભા ગૃહમાં કોરોનાના આંકડા મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો હતો
કોંગ્રેસના પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, અશ્વિન કોટવાલ, ગુલાબસિંહ રાજપૂત,લલિત વસોયા, નૌશાદ સોલંકી, અમરીશ ડેર વેલમાં ઘૂસી આવતા વિધાનસભા અધ્યક્ષે 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. તો
કોંગ્રેસના હોબાળાના કારણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: Outburst of Congress MLAs in the Legislative Assembly