#Monsoon session in assembly: Peanut oil price rises by Rs 18 and cottonseed oil by Rs 32 in 1 year
Aastha Magazine
#Monsoon session in assembly: Peanut oil price rises by Rs 18 and cottonseed oil by Rs 32 in 1 year
ગુજરાત

વિધાનસભામાં ચોમાસું સત્ર : 1 વર્ષમાં સીંગતેલ રૂ.18 અને કપાસિયા તેલમાં રૂ.32નો ભાવ વધારો થયો

વિધાનસભામાં ચોમાસું સત્રના પહેલા જ દિવસે 1 કલાક સુધી પ્રશ્નોત્તરી થઈ હતી. જેમાં વિરોધ પક્ષ દ્વારા સરકારને સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં વિરોધ પક્ષ દ્વારા નવી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરતા તેલના ભાવમાં વધારાથી લઈને તાઉતૈ વાવાઝોડામાં સહાય સુધીના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિધાનસભામાં છેલ્લા 1 વર્ષમાં સીંગતેલ, કપાસિયા તેલ તથા પામોલિન તેલમાં ભાવ વધારા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં સરકારે સીંગતેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 18 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 32 રૂપિયા અને પામોલિન તેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 19 રૂપિયાનો વધારો થયો હોવાનું જણાવ્યું હતું. આ માટે કાચા માલની અછત, મજૂરોની સમસ્યા, પરિવહન મુશ્કેલીઓના કારણે તેલના ભાવ વધ્યાનો સરકારે સ્વીકાર કર્યો હતો.કોંગ્રેસના ધારાસભ્યએ લેખિતમાં સૌની યોજના મુદ્દે સવાલ કર્યો હતો. જેમાં સરકારે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં સૌની યોજના હેઠળ 13 ડેમનો સમાવેશ કરેલો છે.

છેલ્લા 1 વર્ષમાં 1 પણ ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી અપાયું નથી. સૌની યોજનાની પાઈપલાઈન તથા પંપિંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી ભરવામાં આવશે તેમા સરકારે જવાબ આપ્યો હતો.વિધાનસભામાં કોંગ્રેસના માણસાના ધારાસભ્ય સુરેશકુમાર પટેલે ગૃહ મંત્રીને સવાલ પૂછ્યો હતો કે, 31, જુલાઈ 2021ની સ્થિતિમાં છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગર શહેર/જિલ્લામાં ખાનગી વાહન પર પોલીસ, પી, ગુજરાત સરકાર કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખી અધિકારીઓ/કર્મચારીઓએ હોદ્દાઓ લખીને નિયમ ભંગ કરતા કેટલા અધિકારીઓ/કર્મચારીઓના કેસ સામે આવ્યા? જેના જવાબમાં ગૃહમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં 1-8-2020થી 31-7-2021 સુધીમાં અમદાવાદ શહેરમાં 12 જેટલા અધિકારીઓ/કર્મચારીઓએ વાહન પર પોતાનો હોદ્દો લખીને નિયમ ભંગ કર્યો હતો. આ 12 કેસોમાં તેમની પાસેથી રૂ.9600નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.રાજ્યમાં તાઉતૈ વાવાઝોડાથી દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે તારાજી સર્જાઈ હતી.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Monsoon session in assembly: Peanut oil price rises by Rs 18 and cottonseed oil by Rs 32 in 1 year

Related posts

ગુજરાતમાં 41 ટકા વરસાદની ઘટ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 29/01/2022

aasthamagazine

મૌલાના દાવત-એ-ઇસ્લામી પાક. સંગઠન ગુજરાતમાં એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે

aasthamagazine

રાજ્યના શિક્ષકોએ મુખ્યમંત્રીને પત્ર લખી મોંધવારી ભથ્થું વધારવા માંગણી કરી

aasthamagazine

રાજ્યમાં ઠંડીની નવી ઇનિંગ શરૂ, 5 શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં

aasthamagazine

આગામી દિવસમાં ઠંડીનો ચમકારો વધશે

aasthamagazine

Leave a Comment