#Rajkot: A teacher of Mahatma Gandhi School beat a student
Aastha Magazine
#Rajkot: A teacher of Mahatma Gandhi School beat a student
રાજકોટ

રાજકોટ : મહાત્મા ગાંધી સ્કુલના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો

શહેરના નાના મવા રોડ પર આવેલ મહાત્મા ગાંધી સ્કુલના ધો.12ના શિક્ષકે એક વિદ્યાર્થીને ઢોર માર મારતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા એનએસયુઆઇના હોદેદારો અને કાર્યકરોએ આ સંસ્થા પર દોડી જઇ વિદ્યાર્થીને માર મારનાર આ શિક્ષકને તત્કાલ સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી, હલ્લાબોલ કર્યુ હતું.શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડવાની મનાઇ છે. તેમ છતાં અવારનવાર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ ઘટનાનો મહાત્મા ગાંધી સ્કુલમાં પુનરાવર્તન થયું હોય, આ માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે તેઓએ માંગણી ઉઠાવી છે મહાત્મા ગાંધી સ્કુલમાં ધો.1રના વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા તે દરમ્યાન ઇકોનોમીક વિષયના શિક્ષક ભરતભાઇ સરવૈયાએ એક વિદ્યાર્થી પર હાથ ઉપાડી આ વિદ્યાર્થીને ઝુડી નાખ્યો હતો. આ ઘટના પછી પણ શાળા સંચાલકો દ્વારા આ શિક્ષકને સસ્પેન્ડ કરવાના બદલે માત્ર ઠપકો આપી જવા દેવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના કયારેય પણ ચલાવી લેવાશે નહીં. જેથી આ શિક્ષકને તત્કાલ સસ્પેન્ડ કરવા તેઓની માંગણી છે.આ બાબતે તેઓ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીને પણ રજુઆત કરનાર છે. આ ઘટનામાં વિદ્યાર્થીના વાલી ઇચ્છે તો પોલીસ ફરીયાદ સુધીના પગલા લેવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Rajkot: A teacher of Mahatma Gandhi School beat a student

Related posts

રાજકોટ : ૧૭ નાગરિકોના આરટીસીપીસીઆર કરાવવામાં આવ્યા

aasthamagazine

Speed News – 02/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં આમ આદમી તમામ બેઠકો પર ઝંપલાવશે

aasthamagazine

Speed News – 10/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ : લગ્નના દિવસે જ આપી એક્ઝામ

aasthamagazine

કોરોના રાજકોટ : દિવાળીનાં તહેવાર દરમ્યાન બહારગામથી આવતા પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરાશે

aasthamagazine

Leave a Comment