#Launch of Living India Digital Mission: Digital Health Card to come: Modi
Aastha Magazine
#Launch of Living India Digital Mission: Digital Health Card to come: Modi
આરોગ્ય

આયુષ્યમાન ભારત ડિઝીટલ મિશનને લોંચ : ડિજીટલ હેલ્થકાર્ડ આવશે : મોદી

વડાપ્રધાન મોદીએ આજે વિડીયો કોન્ફરન્સીંગનાં માધ્યમથી આયુષ્યમાન ભારત ડિઝીટલ મિશનને લોંચ કર્યું હતું જેની મદદથી દર્દી અને ડોકટર પોતાના રેકર્ડસ ચેક કરી શકે છે. જેમાં દર્દી સહીત ડોકટર્સ, નર્સ સહિત અન્ય સ્વાસ્થ્યનું પણ રજીસ્ટ્રેશન થશે.આ તકે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી લોકોએ કોઈ બીજી જગ્યાએ સારવાર કરાવવા માટે પોતાનો મેડીકલ ઈતિહાસ લઈને જવો પડતો હતો પરંતુ હવે આ બધી સુવિધા ડીઝીટલી થઈ જશે ત્યારે લોકોની સાથે સાથે ડોકટરોને પણ મદદ મળશે.

પીએમ મોદીએ ડિઝીટલ ઈન્ડિયા અભિયાન બારામાં વધુમાં જણાવ્યુ હતું કે આ સેવાઓએ દેશનાં સામાન્ય નાગરિકની તાકાત વધારી દીધી છે. આજે દેશ પાસે 130 આધાર નંબર, 118 મોબાઈલ યુઝર, 80 કરોડ ઈન્ટરનેટ યુઝર, 43 કરોડ જનધન બેન્ક ખાતા છે. આવુ આખી દુનિયામાં કયાંય નથી. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આજે રાશનથી લઈને પ્રશાસન સુધી બધુ ડિઝીટલ થઈ ગયું છે. મોદીએ જણાવ્યું હતું કે આરોગ્ય સેતુ એપથી કોરોના સંક્રમણને ફેલાતુ રોકવામાં મદદ મળી હતી. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આયુષ્યમાન ડિઝીટલ મિશન હવે આખા દેશની હોસ્પિટલોનાં ડિઝીટલ હેલ્થ સોલ્યુશન્સને એકબીજા સાથે કનેકટ કરશે જે અંતર્ગત દેશવાસીઓને એક ડિઝીટલ હેલ્થ આઈડી કાર્ડ મળશે. દરેક નાગરીકનો હેલ્થ રેકોર્ડ ડીઝીટલી સુરક્ષીત રહેશે.

પીએમે જણાવ્યું હતું કે ડિઝીટલ હેલ્થ આઈડીના માધ્યમથી દર્દી અને ડોકટર પણ જુના રેકર્ડ જરૂરત પડવા પર ચેક કરી શકે છે. મોદીએ જણાવ્યુ હ્તું કે હાલ ભારતમાં એક એવા હેલ્થ મોડેલ કામ ચાલૂ જ છે. જે હોલિસ્ટિક હોય, સમાવેશી હોય, એક એવી મોડેલ જેમાં બીમારીઓથી બચાવ પર બળ હોય અર્થાત પ્રિવેન્ટીવ હેલ્થકેર, બિમારીની સ્થિતિમાં સારવાર સુલભ થાય સસ્તી થાય અને બધાની પહોચમાં હોય. વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓ બહેતર બનાવવા માટે ખુબ જ જરૂરી છે કે ગામડાની તબીબી સેવાઓમાં સુધારો થાય. આજે ગામ અને ઘરની નજીક જ પ્રાઈમરી હેલ્થકેર સાથે સંલગ્ન નેટવર્કને સશકત કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમા આવા 80 હજાર સેન્ટરો ચાલુ થઈ ગયા છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે બહેતર મેડીકલ સીસ્ટમની સાથે એ પણ જરૂરી છે કે ગરીબ અને મધ્યમ વર્ગનો દવાઓ પર ઓછામાં ઓછો ખર્ચ આવે. આથી કેન્દ્ર સરકારે જરૂરી દવાઓ, સર્જરીનાં સામાન, ડાયાબીટીસ જેવી અનેક સેવાઓ અને સામગ્રી સસ્તા રખાયા. વડાપ્રધાને જણાવ્યું હતું કે આ મિશનનું લક્ષ્ય દેશનાં પ્રત્યેક નાગરિકનું યૂનિક હેલ્થકાર્ડ બનાવવાનું છે. આ કાર્ડ પુરી રીતે ડીજીટલ રહેશે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Launch of Living India Digital Mission: Digital Health Card to come: Modi

Related posts

કોરોનાથી થતા મોતની સંખ્યામાં વધારો

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

ઓડિશાની સરકારી શાળામાં એક સાથે 26 વિદ્યાર્થીનીઓ કોરોના

aasthamagazine

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 43 કેસ નોંધાયા, 2 લોકોના મૃત્યુ

aasthamagazine

4 જિલ્લાઓમાં કેન્સર હોસ્પિટલ શરૂ થશે

aasthamagazine

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો 24 કલાકમાં 5396 કેસ

aasthamagazine

Leave a Comment