



સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી શહેરમાં મેઘરાજા ધીમીધારે હેત વરસાવી રહ્યાં છે. મેઘાવી માહોલ વચ્ચે કડાકા-ભડાકા સાથે શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં બપોરે વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.સાઈક્લોનિક સર્ક્યુલેશન, એક્ટિવ મોન્સુન અને ગુલાબ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં આજથી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સવારથી રાજકોટમાં મેઘાવી માહોલ જામ્યો છે. બપોર સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 2 મીમી, વેસ્ટ ઝોન વિસ્તારમાં 5 મીમી અને ઈસ્ટઝોનમાં 3 મીમી વરસાદ પડ્યો હતો.ગુજરાતમાં આજ સુધીમાં સીઝનનો 83.51 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 87.63 ટકા, ઉત્તર ગુજરાતમાં 68.31 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 76.26 ટકા સૌરાષ્ટ્રમાં 93.14 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 82.79 ટકા વરસાદ પડ્યો છે.
ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં દરિયાઇ સપાટીથી 3.1 કિ.મી.ની ઉંચાઇ પર અને ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશમાં 4.5 કિ.મી. ઉચાર પર સજાયેલા સાયક્લોનીક સરક્યુલેશનની અસરના કારણે આજે વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છ આવતીકાલે નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ અને જૂનાગઢ બુધવારે સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર જૂનાગઢ અને દ્વારકા ઉપરાંત કચ્છ જિલ્લામાં જ્યારે ગુરૂવારે કચ્છ, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rain since morning in many talukas of Saurashtra