



ગુજરાત વિધાનસભામાં 2 દિવસનું ચોમાસું સત્ર શરૂ થયું છે. વિધાનસભામાં ચોમાસું સત્રના પહેલા જ દિવસે 1 કલાક સુધી પ્રશ્નોત્તરી થઈ હતી. જેમાં વિરોધ પક્ષ દ્વારા સરકારને સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં વિરોધ પક્ષ દ્વારા નવી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ થયો. જેમાં તેલના ભાવમાં વધારાથી લઈને તાઉતે વાવાઝોડામાં સહાય સુધીના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો વિધાનસભા ગૃહમાં વિપક્ષે કોરોનાના મૃતકોને શોકાંજલિનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. જેના બદલે સરકારે સુધારા વિધેયક રજુ કરતા વિપક્ષ નારાજ થયો હતો. અને, વિપક્ષના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
કોરોના મુદ્દે કોંગ્રેસનો હોબાળો, મૃતકોના પરિજનોને ન્યાય આપવા માગ
કોરોના કાળમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. ગૃહમાં કોંગ્રેસ પક્ષે વિધાનસભા ગૃહમાં કોરોનામાં મૃતકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી. ગૃહમાં શાક્ષક પક્ષની કાર્યવાહી ચાલુ બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોના મૃતકો ને ઉભા થઇને ૐ ના ઉદ્ગગારો સાથે શ્રધ્ધાંજલી પાઠવી. ગૃહગમાં કોરોના મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવવાની દરખાસ્ત માન્ય ન રાખતા કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું. વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગૃહના સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે તે માટે શોકદર્શક ઉલ્લેખ કર્યો. ગૃહના 19 પૂર્વ સભ્યોના દુઃખદ અવસાનની નોંધ મુકી હતી.
1 વર્ષમાં સીંગતેલ સહિતના તેલ મોંઘા થયા
વિધાનસભામાં છેલ્લા 1 વર્ષમાં સીંગતેલ, કપાસિયા તેલ તથા પામોલિન તેલમાં ભાવ વધારા વિશે સવાલ પૂછાયો હતો. જેમાં સરકારે સીંગતેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 18 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 32 રૂપિયા અને પામોલિન તેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 19 રૂપિયાનો વધારાનું જણાવ્યું હતું.
સૌની યોજના હેઠળ 1 પણ ડેમ નથી ભરાયો
કોંગ્રેસના ધારાસભ્યએ લેખિતમાં સૌની યોજના મુદ્દે સવાલ કર્યો હતો. જેમાં સરકારે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં સૌની યોજના હેઠળ 13 ડેમનો સમાવેશ કરેલો છે. છેલ્લા 1 વર્ષમાં 1 પણ ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી અપાયું નથી. સૌની યોજનાની પાઈપલાઈન તથા પંપિંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી ભરવામાં આવશે તેમા સરકારે જવાબ આપ્યો.
તાઉતે વાવાઝોડામાં ચૂકવાયેલી સહાયમાં વિસંગતતા
રાજ્યમાં તાઉતૈ વાવાઝોડાથી દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે તારાજી સર્જાઈ હતી. વિધાનસભામાં વિપક્ષના સવાલનો જવાબ આપતા તાઉતૈ વાવાઝોડામાં સહાય ચૂકવવામાં વિસંગતતા હોવાનું સામે આવ્યું હતં. જેમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં 7 કિસ્સામાં આ પ્રકારની વિસંગતતા મળી હતી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: Opposition in the Legislative Assembly tries to surround the government