



રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી કોરોનાએ દેખા દીધા છે. ગઇકાલે રાજકોટ શહેરમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા તો ગ્રામ્યમાં એક કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયું છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનેશનને વેગ આપવા માટે દિવ્યાંગો અને વૃદ્ધોને ડોર ટુ ડોર વેક્સિન આપવામાં આવી રહી છે. ધોરાજીના નાગલખડા ગામે 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થયું છે.
શહેરમાં કુલ કેસ 42822
રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 42822 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 8 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નહોતો. શહેરમાં ગઇકાલે કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના 8436 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 2935 સહિત કુલ 11371 નાગરિકોએ રસી લીધી હતી.
ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા 14921 પર પહોંચી
રાજકોટના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 14921 પર પહોંચી છે. તેમજ 3 દર્દી સારવાર હેઠળ છે. જેમાં એક દર્દી હોસ્પિટલમાં અને બે દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે. ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 670526 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: 2 positive cases in Corona city and 1 in rural areas