



મુન્દ્રામાં અદાણી પોર્ટ પરથી અંદાજિત 21 હજાર કરોડની કિંમતનું 3 હજાર કિલો હેરોઈન જપ્ત થયું હોવા છતાં કેન્દ્ર સરકાર આ ગંભીર મામલે ચૂપ બેઠી હોવાનો આક્ષેપ કરતાં પ્રદેશ કોંગ્રેસ મંત્રીએ બંદરની સુરક્ષા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. દેશનાં તમામ બંદરો પર સેન્ટ્રલ સિક્યોરીટી ફોર્સને સુરક્ષાનાં ભાગરૂપે ગોઠવવામાં આવી છે. જ્યારે અદાણી સંચાલિત એક જ પોર્ટ ઉપર પ્રાઈવેટ સિક્યોરીટી ગોઠવવામાં આવી છે જે દેશની સુરક્ષામાં માટે એક કાળી તીલી સમાન છે. અનઅધિકૃત સામાન લઈ જવા- લવવા માટે સ્વર્ગ સમાન પોર્ટ પર વર્ષોથી કાળો કોલસો આયાત કરતું અદાણી જૂથ લાખો ટનનો હેરફેર કરે છે અને કરોડોથી અબજો રૂપિયાના આયાતી ટેક્ષની ચોરી કરી દેશની તિજોરી પર મોટું નુક્સાન થઇ રહ્યું છે.
સુરક્ષાની વાત થાય તો આઈ.બી, સી.બી.આઈ, રો સંસ્થાઓ પોર્ટને અંત્યંત આવશ્યક સુચનાઓ આપતી હોય છે. અગાઉ પોર્ટ પર અલકાયદાના આતંકી ઘુસણખોરી કરી તેની વર્તમાન પત્રમાં યાદી જાહેર કરી હતી જે ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય. આ બાબતે કચ્છ પોલીસ અધિક્ષકનું પુછાણું લેવામાં આવ્યું હતું.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Why is the government silent on the issue of heroin seized from Adani port in Mundra?