



પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું રવિવારે નિધન થઈ ગયું છે. પાર્થિવ પટેલે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. પૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે, ‘મારા પિતા અજયભાઈ બિપિનચંદ્ર પટેલનું 26 સપ્ટેમ્બર નિધન થઈ ગયું છે.’ તેઓએ ફેન્સને પોતાના પિતાને પ્રાર્થનામાં યાદ કરવાનું કહ્યું છે.2019માં જ્યારે પાર્થિવ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમમાં હતા તે સમયે તેમના પિતા બ્રેન હેમરેજ સામે જંગ લડી રહ્યાં હતા, અને તેઓ ICUમાં પણ એડમિટ હતા. તે સમયે પાર્થિવનું ખાનગી અને પ્રોફેશનલ જીવન ઘણું ડિસ્ટર્બ ચાલી રહ્યું હતું. પિતાના નિધનના સમાચાર આપતા તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. પાર્થિવે 2019માં IPLની એક મેચ બાદ જણાવ્યું હતું કે મેચ ખતમ થયા બાદ તે ડ્રેસિંગ રૂમમાં જતો હતો ત્યારે પોતાનો ફોન જોતા પ્રાર્થના કરતા હતા કે હોસ્પિટલમાંથી કોઈ ખરાબ સમાચાર ન આવે. તેઓએ 2019ની IPL શરૂ થતાં પહેલાં પોતાના પિતાની સ્થિતિ અંગે જણાવ્યું હતું. તેમના પિતા ઘણાં લાંબા સમયથી હોસ્પિટલમાં રહ્યાં હતા.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Former Indian wicketkeeper Parthiv Patel’s father dies