#India closed to farmers across the country tomorrow
Aastha Magazine
#India closed to farmers across the country tomorrow
રાષ્ટ્રીય

આવતી કાલે દેશભરમાં ખેડૂતોનુ ભારત બંધ

ખેડૂતોનું ભારત બંધ થવા જઈ રહ્યું છે. 27 સપ્ટેમ્બરે દેશભરના ખેડૂતોએ ભારત બંધ કરવાનુ એલાન કર્યુ છે.
ખેડૂતોનુ આ ભારત બંધ નવા કૃષિ કાયદાના વિરોધમાં છે. ત્રણેય નવા કૃષિ કાયદાઓ પસાર થયાને એક વર્ષ થઈ ગયું છે. ખેડૂતો લગભગ એક વર્ષથી દિલ્હી સાથેની સરહદો પર આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. દેશભરના ખેડૂતોએ દિલ્હીની સરહદો પર ધામા નાખ્યા છે. તે જ સમયે, દેશના જુદા જુદા રાજ્યોમાં ખેડૂતો વિવિધ સ્થળોએ વિરોધ કરી રહ્યા છે

સંયુક્ત કિસાન મોરચાએ 27 સપ્ટેમ્બરે દેશવ્યાપી બંધનું એલાન કર્યું છે. આ વિરોધમાં સંયુક્ત કિસાન મોરચા ઉપરાંત અન્ય ઘણા ખેડૂત સંગઠનો પણ ભાગ લેશે. ખેડૂત સંગઠને કહ્યું કે ભારત બંધ શાંતિપૂર્ણ રહેશે

કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી રહેશે ભારત બંધ
?
27 સપ્ટેમ્બરે ભારત બંધ સવારે 6 વાગ્યે શરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ઘણા પ્રકારની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ, બજારો, દુકાનો, ફેક્ટરીઓ, શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા દેવામાં આવશે નહીં. ભારતબંધ દરમિયાન એમ્બ્યુલન્સ અને ફાયર સર્વિસ સહિતની ઇમરજન્સી સેવાઓને મંજૂરી આપવામાં આવશે.

આ રહેશે બંધ
– કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ઓફિસ અને સંસ્થાઓ.

– બજારો, દુકાનો અને ઉદ્યોગો – શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ.

– તમામ પ્રકારના જાહેર પરિવહન અને ખાનગી વાહનો.

– કોઈપણ પ્રકારનો સરકારી કે બિનસરકારી જાહેર કાર્યક્રમ.

આમને મળશે છૂટ
– હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, એમ્બ્યુલન્સ અને કોઈપણ મેડિકલ સેવાઓ.

– કોઈપણ પ્રકારની સાર્વજનિક (ફાયર બ્રિગેડ, આપત્તિ રાહત વગેરે) અથવા વ્યક્તિગત ઈમરજેંસી (મૃત્યુ, માંદગી, લગ્ન વગેરે).

– સ્થાનિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી કોઈપણ છૂટ.

સંયુક્ત કિસાન મોરચાની માર્ગદર્શિકા

સંયુક્ત કિસાન મોરચાએ પોતાના કાર્યકર્તાઓ માટે કેટલીક ગાઈડલાઈન રજુ કરી છે. મોરચાએ કહ્યું છે કે બંધ દરમિયાન લોકોને સ્વેચ્છાએ બધું બંધ કરવાની અપીલ કરવી જોઈએ. કોઈપણ પ્રકારની જબરદસ્તી ન કરો. આ આંદોલનમાં કોઈ હિંસા કે તોડફોડ ન થવી જોઈએ

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#India closed to farmers across the country tomorrow

Related posts

ખેતીમાં ઈનોવેશનથી માનવતાના નવા દ્વાર ખુલી રહ્યા છેઃ : મન કી બાત

aasthamagazine

લોન લેનારાઓને મોટો ઝાટકો, RBI એ રેપો રેટમાં કર્યો 25 બેસિસ પોઈન્ટનો વધારો

aasthamagazine

ISRO આ વર્ષે ઓગસ્ટમાં ચંદ્રયાન-3 લોન્ચ કરશે

aasthamagazine

ગામડાઓમાં રોજગારીની તકો વધશેઃ અમિત શાહ

aasthamagazine

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા 7 ગુજરાતી પકડાયા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 18/02/2022

aasthamagazine

Leave a Comment