



પીએમ નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા આ દુનિયાને આ વાત માટે એલર્ટ કર્યુ છે કે અફગાનિસ્તનની ધરતીનો ઉપયોગ આતંકી ગતિવિધિઓ માટે ન થવો થાય. પીએમ મોદીએ આતંકવાદ પર પાકિસ્તાન અને સમુદ્રી સ્વતંત્રતાને લઈને ચીનને ખૂબ લતાડ લગાવી. પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રને પણ અરીસો તાવવામાં કોઈ કસર ન છોડી.
પીએમ મોદીએ
રાજકીય એજન્ડા માટે
આતંકવાદનો ઉપયોગ કરનારા પાકિસ્તાનનું નામ લીધા વગર ચેતાવ્યા અને કહ્યું કે આ તેના માટે પણ એટલું જ ખતરનાક છે.
પીએમ મોદીએ કહ્યું, “જે દેશ આતંકવાદનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે, તેમણે સમજવું પડશે, આ તેમને માટે પણ એટલુ જ મોટુ સંકટ છે. પીએમ મોદીએ આગળ કહ્યુ કે આજે વિશ્વ સામે રૂઢિવાદી વિચાર અને આતંકવાદનુ સંકટ વધતુ જઈ રહ્યુ છે. આ પરિસ્થિતિમાં આખા વિશ્વને વિજ્ઞાન આધારિત તર્કસંગત અને પ્રગતિશીલ વિચારસરણીને વિકાસનો આધાર બનાવવો પડશે.
અફઘાનિસ્તાન અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, “એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવા માટે ન થાય. આપણે એ વાતને લઈને સાવચેત રહેવું પડશે કે ત્યાંની નાજુક પરિસ્થિતિનો કોઈ પણ દેશ દ્વારા સાધન તરીકે ઉપયોગ ન થાય. અત્યારે અફઘાનિસ્તાનના લોકો, સ્ત્રીઓ, બાળકો અને અલ્પસંખ્યકોને મદદની જરૂર છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#PM Narendra Modi in NGA: “Countries that are using terrorism as a political tool must understand,