#Rajkot: Manpa's bill of Rs 80 crore for all schemes !!
Aastha Magazine
#Rajkot: Manpa's bill of Rs 80 crore for all schemes !!
રાજકોટ

રાજકોટ : મનપાને સૌની યોજનાનું 80 કરોડનું બીલ !!

રાજકોટના મેયરે જળસંકટને દૂર કરવા માટે તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને સૌની યોજના મારફતે નર્મદાના નીર આજી અને ન્યારીના ઠાલવવાની રજૂઆત કરવામાં આવી હતી. તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આદેશ આપવામાં આવતા જ સૌની યોજના મારફતે આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા હતા. સૌની યોજનાના કારણે સૌરાષ્ટ્રનું જળ સંકટ ટળ્યું છે. પણ જ્યારથી વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી રાજકોટ મહાનગરપાલિકાને સૌની યોજનાનું પાણીનું બીલ આપવામાં આવતું નહોતું. પણ હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાને મોટો ફટકો પડ્યો છે.રાજ્ય સરકારે રાજકોટ મહાનગરપાલિકાના સૌની યોજનાનું ચાર વર્ષનું પાણીનું બીલ 70 કરોડ રૂપિયા ફટકાર્યું છે અને ચાર વર્ષમાં આ બીલ ન ભર્યું હોવાના કારણે 10 કરોડ વ્યાજ ચૂકવવાનો પણ ઉલ્લેખ બીલમાં કરવામાં આવ્યો છે. એટલે રાજ્યમાં સરકારે રાજકોટ મહાનગરપાલિકાને કુલ 80 કરોડનું બીલ ફટકારવામાં આવ્યું છે.

આ બાબતે રાજકોટના મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, નર્મદાના નીર આજીડેમ અને ન્યારી ડેમમાં સૌની યોજનાથી નાંખવામાં આવ્યા હતા. આ બાબતે અમે સરકારમાં રજૂઆત કરીશું. સાથે મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજકોટમાં મેઘરાજા મહેરબાન થતા આજી-1, આજી-2, આજી-3, ન્યારી-1, ન્યારી-2 ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. તેથી આ વર્ષનું જળસંકટ ટળ્યું છે. ઓવરફળો થયેલા ડેમોમાં આજી-1 ડેમ રાજકોટની જીવાદોરી સમાન છે.રાજકોટ શહેરના લોકોને રોજ 360 MLD પાણીની જરૂરીયાત પડે છે. રાજકોટમાં પાણીની તંગીને દૂર કરવા માટે સૌની યોજના થકી વર્ષ 2017થી નર્મદાનું નીર આજી ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે. સૌની યોજનાથી પાણી મેળવવા બદલ રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને આજી ડેમનું જૂન 2017થી લઇને અત્યાર સુધીનું પાણીનું બીલ 6.51 કરોડ રૂપિયાના વ્યાજ સાથે 58.16 કરોડનું બીલ આપવામાં આવ્યું છે. ન્યારે ડેમમાં વર્ષ 2019થી લઇને આજ દિવસ સુધીનું 78 લાખ રૂપિયા વ્યાજની સાથે 22.33 કરોડનું બીલ આપવામાં આવ્યું છે. એટલે રાજ્ય રાજ્ય સરકરે કુલ 80 કરોડનું બીલ રાજકોટ મનપાને ફટકાર્યું છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Manpa’s bill of Rs 80 crore for all schemes !!

Related posts

રાજકોટ : આરોગ્ય વિભાગમાં સ્ટાફ વધારવા અને કોરોના ટેસ્ટીંગનું પ્રમાણ પણ વધારવા તૈયારીઓ

aasthamagazine

રાજકોટના કલાકાર સુર સમ્રાજ્ઞિ લતા મંગેશકરનું સ્મૃતિ મંદિર બનાવશે

aasthamagazine

રાજકોટ : કાલાવડ રોડ કપાત માટે ડિમાર્કેશન : ૮૩ મિલકતો કપાતમાં

aasthamagazine

Speed News – 04/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ : આજી ડેમમાં ફક્ત ૧૫ દિવસનું પાણી બચ્યું

aasthamagazine

રાજકોટ : આજી-3 માં પાણીની વિપુલ આવક થતા નિચાણવાળા ગામો એલર્ટ કરાયા

aasthamagazine

Leave a Comment