



(જગદીશ રાજપરા-જ્યોતિષ, ahmedabad)
કેવી રીતે જાગૃત થાય છે કુંડલિની શક્તિ
કુંડલિની શક્તિ એ અનેક જન્મોના પુણ્ય ફળ અને સતત ઉર્ધ્વગામી થતાં જન્મો પછી જાગૃત થવાની શક્યતા રહે છે. કુંડલિની શક્તિ કરોડો મંત્રોચ્ચાર, અનુષ્ઠાન, દઢ્ઢતાપૂર્વક ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે. કુંડલિની શક્તિ એ સુપર પાવર છે. જે વ્યક્તિ તે મેળવી લે છે તેને પછી કશું જ મેળવવાનું બાકી રહેતું નથી. વ્યક્તિ પોતે પરમાત્મ સ્વરૂપ, ઈશ્વર સ્વરૂપ થઈ જાય છે. તે જે ઈચ્છે તે થાય છે.
સુપર પાવર કુંડલિની સક્રિયકરણ અને તેની પ્રાપ્તિ ખાસ ઊચ્ચ વસ્તુ છે. જે ભલભલા સંન્યાસીઓેને પણ પ્રાપ્ત થતી નથી. સંન્યાસી હોવા છતાં તેમને આ શક્તિ સહેલાઈથી પ્રાપ્ત થતી ઑનથી. કુંડલિની શક્તિએ વ્યક્તિને સુક્ષ્મતા તરફ લઈ જાય છે. સ્વની સુક્ષ્મતા. તેના વિશે વિચાર કરતાં પહેલાં એ હકીકત માની લેવી પડે કે ત્યાં સુધી હજી વિજ્ઞાન પહોંચ્યું નથી. તે એ છે કે શરીરમાં એક ગૂઢ ચેતાતંત્ર છે. જેમાં મુખ્ય અવયવો હોય છે સુશુષ્ણા નાડી, ઈંડા નાડી, પીંગળા નાડી, મૂળાધાર ચક્રથી લઈને સાતમું સહસ્ત્રાધાર ચક્ર સુધીના કુલ સાત ચક્રો.
કુંડલિની શક્તિ પોતાનામાં જ પરમેશ્વરનો વાસ એટલે કે પરમ ચૈતન્યનો વાસ હોવાનો સાક્ષાત્કાર કરાવે છે. વ્યક્તિની સુશુમ્ણા નાડી (શરીરમાં રહેલા ગૂઢ ચેતા તંત્ર સાથે જોડાયેલી મુખ્ય ગૂઢ નાડી) આંતરિક પ્રવાહ તરીકે વહેતી હોય છે. તે જાગૃત સ્વ ઉન્નતિ કરી શરીરમાં રહેલા સાત ગૂઢ ચક્રોમાંથી પસાર થાય છે. તે જ્યારે મસ્તિષ્કમાં સહસ્ત્રાધાર ચક્રમાં પ્રવેશે ત્યારે તે તેની કુંડલિની શક્તિ પૂર્ણપણે વિકસી ચૂકી હોય છે. કુંડલિની શક્તિ સહસ્ત્રાધાર અને મૂળાધાર ચક્ર વચ્ચે વીજ પ્રવાહે સતત વહેતી રહેતી હોય છે. તે એક ગૂઢ વીજ પ્રવાહ છે.
કુંડલિની શક્તિ મૂળાધાર ચક્રમાં સર્પની જેમ વીંટળાયેલી પડી હોય છે. તે ઉચ્ચ આધ્યાત્મ અને ઉચ્ચ કર્મ અને મંત્રોચ્ચાર સાથેના ધ્યાનથી ઉર્જાવાન થાય છે. તે તેના થકી સળવળે છે. ગતિ પામે છે. પછી તે ઉપર તરફ ગતિ કરે છે.
જરૂરી આવશ્યક બળ ઇડા-પિંગળા નાડીમાં પેદા થાય ત્યારે એક આંતરિક વીજ પ્રવાહનો ધક્કો લાગે છે જે મૂળાધાર ચક્રમાં રહેલી કુંડલિની શક્તિ પાસે સૌ પ્રથમ પહોંચે છે. પછી તેના નિત્ય અભ્યાસ સતત મળતી આંતરિક ઉર્જાથી તે ઉર્ધ્વ દિશાને પામે છે. આ આંતરિક ઉર્જા દ્વારા આંતરિક સાત ચક્રોનું છેદન થાય છે. ત્યારે આ કુંડલિની શક્તિ પૂર્ણ સ્વરૂપે પ્રગટે છે.જે માત્રને માત્ર કથિત આંતરિક ઉર્જાથી જ પ્રાપ્ત થાય છે. જેમ જેમ ચક્રો છેદાતા જાય છે તેમ વ્યક્તિને તેજસ્વિતા અને સિદ્ધિઓ મળતી જાય છે. પણ જો સિદ્ધિ મળતાં વ્યક્તિ તેની પાછળ ખોવાય જાય તો પછી આગળની ચક્ર છેદન ગૂઢ આંતરિક યાત્રા અધૂરી રહી જાય છે. તે પાવર સમાપ્ત થતાં વ્યક્તિ પાછો ઠેરનો ઠેર આવી જાય છે. આ એક ગૂઢ આંતરિક અનંત યાત્રા છે. જેમાં અતિ સમજણ અને સભાનતા જરૂરી છે. પછી આધ્યાત્મિક મુમુક્ષુની ઇચ્છાઓ પ્રમાણે આ તત્ત્વ મદદ કરતું રહે છે.
બીજા શબ્દમાં કહીએ તો એ સમુદ્ર મંથન જેવી જટિલ પ્રક્રિયા છે. કુંડલિની શક્તિએ શરીરનું મંથન કરે છે. જ્યારે દિવ્ય આંતરિક ઉર્જા શરીરનું મંથન કરે છે ત્યારે જ તે જાગૃત થાય છે. મૂળાધાર, નાભિચક્ર, હૃદયચક્ર, બ્રહ્મ ગ્રંથી, વિષ્ણગ્રંથી, અનાધાર ચક્ર, સહસ્ત્રાધાર ચક્ર એ સાત આંતરિક પડાવ છે જેને આપણી ભાષામાં આપણે શરીરના આંતરિક સ્ટેશન કહી શકીએ. સહસ્ત્રાધાર ચક્ર કે જે માથામાં ખોપડીની મધ્યમાં ઉપર આવેલું છે તે છેલ્લું ડેસ્ટિનેશન છે. જો તમે કોઈ સ્ટેશને રોકાઈ જશો. તો તમારી આંતરિક યાત્રા ત્યાં અટકી જશે. તમને એક વાત જણાવી દઉં કે આ બધું જ તમારા કર્મ, તમારી નીતિ, તમારી વૃત્તિ, તમારી દ્રઢતા પર આધારિત છે. જેટલું તમારું જમા પાસુ હશે તેટલું જ તમે મેળવી સકશો. નહિં તો તમે અધવચ્ચે જ અટકી જશો. અને અધ્યાત્મથી પ્રાપ્ત થતાં ચમત્કારોની દુનિયામાં ખોવાઈને પાછા પડતી પામશો.
આંતરિક મંથન થકી ઉદભવતી સ્વતઃ અનુભૂતિ અને તેથી એક દૈવી આંતરિક રાજ્ય પ્રાપ્તિ કુંડલિની શક્તિ કરાવે છે. જેનો સીધો સંબંધ વ્યક્તિની આત્મ શક્તિ સાથે છે. તેની સંપૂર્ણતા વ્યક્તિને પોતાનામાં વૈશ્વાનરની હાજરીનો અહેસાસ કરાવે છે. આત્મ સ્વરૂપના દર્શન કરાવે છે. જેને આધ્યાત્મિક ભાષામાં આત્મસાક્ષાત્કાર કહેવાય છે.
આત્મા જ્યારે લાખચોર્યાસીના ફેરામાંથી પસાર થઈને ઉચ્ચતાને પામતો પામતો મનુષ્ય અવતાર ધારણ કરે છે ત્યારે તે કુંડલિની શક્તિની જાગૃતતા માટે શક્તિમાન બને છે. પછી કર્મ, નીતિ, વૃત્તિ અનુસાર ગતિને પામે છે.
વાસ્તવમાં કુંડલિની મહત્વપૂર્ણ જીવન બળ અને બળ વ્યવસ્થાપન જેવી છે. જે પ્રકૃત્તિ કે પરા અથવા દૈવી પ્રકૃતિ દ્વારા હાથ ધરવામાં આવેલી છે. તે આત્મ અસ્તિત્વમાં કોસ્મિક સભાનતા તરીકે સ્થાપિત કરી છે. આ માનવ વીજળી જેવી કુંડલિની, જીવન બળ કે અંતરાય લડત પણ છે. બહાદુરી અને આત્મવિશ્વાસ સાથે લાંબી લડત થકી માનવજાતમાં રહેલી અતિસૂક્ષ્મતાનો પાર પામી શકાય છે.
માનવજાતના સૂક્ષ્મ શરીર તે 6 તાળાઓ મરાયેલા છે. અને 6 ચક્રો (ગૂઢ નાડી) ના સ્વરૂપમાં વમળ આધારિત સૂક્ષ્મ જ્ઞાનતંતુ નેટવર્ક તરીકે અસ્તિત્વમાં છે. આંતરિક ઉર્જા કે જેને આપણે આંતરિક ઇલેક્ટ્રિકલ ફ્લો કહીએ તેના થકી મળતાથી ખૂલે છે. શક્તિતરીકે સુશુમ્ણા નાડીમાં રહે છે. આ પાથ મારફતે જ જાગૃત થાય છે. માણસ આંતરિક આગળ વધે ત્યારે દિવ્યલોકમાં પહોંચે છે.
સૌંદર્યલહેરીમાં આદિ શંકરાચાર્ય દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક ધોરણે કહેવું હોય તો શરીરમાં એક આંતરિક જાળીદાર સક્રિય સિસ્ટમ છે કે જે સક્રિયકરણ થકી મગજના બ્રહ્મરંધ્રમાં પહોંચે છે. મગજના આ ભાગને સહસ્ત્રાધાર ચક્ર કહેવાય છે. જે વ્યક્તિને શાશ્વત દિવ્ય આનંદનો અનુભવ આપે છે. વ્યક્તિ આપોઆપ નિર્વિકલ્પ સમાધિમાં સરી પડે છે. તેમની આસપાસનું વાતાવરણ કણેકણ અતિ શાંત અને અતિ પવિત્ર થઈ જાય છે. તે પણ આંતરિક ઉર્જાથી ઉર્જાવાન થાય છે. જે વ્યક્તિને સારા વાઈબ્રેશનનો અનુભવ કરાવે છે. કુંડલિની યોગામાં શાંત વાતાવરણમાં દ્રઢતાપૂર્ણ ધ્યાનમાં આત્મરૂપ પરમાત્મા ચેતા ગૂઢ સભાનતામાં પ્રગટે છે. આમ આત્મસાક્ષાત્કાર થાય ત્યારે વ્યક્તિ બ્રહ્મામૃત (કુદરતી રીતે મુખમાં ઝરતું અમૃત રૂપી તત્ત્વ)પી શકે છે. આવી આત્મસાક્ષાત્કાર થતો રહેતો હોય તેવી વ્યક્તિ જ્યારે સમાધિસ્થ અવસ્થામાં એવી કક્ષાએ પહોંચે છે ત્યારે તેને શરીરની જરીર રહેતી નથી. તે તેની ઈચ્છા પ્રમાણે શરીર બદલી શકે છે. ત્યારે તે સમાધિસ્થ લીન થઈ જાય છે. શરીર એમ જ પડ્યું રહે છે. વ્યક્તિ સૂક્ષ્મ સ્વરૂપે સચરાચર જગતમાં ભ્રમણ કરવા શક્તિમાન થઈ જાય છે. ક્ષણાર્ધમાં તે જગતભરમાં ક્યાંય પણ પ્રત્યક્ષ રૂપે ઈચ્છે તે સ્વરૂપે હાજર થઈ શકે છે.
હિમાલયની ગુફાઓમાં અનંત વર્ષોથી આવા યોગિક ગુરુઓ આજે પણ તપ કરતાં પડ્યાં છે.
યોગ્ય ગુરુ વગર કુંડાલિની શક્તિ જાગૃત થતી નથી પણ માનસિક સમતુલન ગુમાવી શક્યતા વધારે રહે છે