#If you want to get married but are worried about Mars guilt, read on
Aastha Magazine
#If you want to get married but are worried about Mars guilt, read on
એસ્ટ્રોલોજી

શું લગ્ન કરવા ઈચ્છો છો પણ મંગળ દોષથી ચિંતિત છો તો ખાસ વાંચો

(જગદીશ રાજપરા-જ્યોતિષ, ahmedabad)
જેનું નક્કી થઈ ગયું તે લોકોના લગ્ન તો લેવાઈ જશે. પણ એવા મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે કે એકમેકને ગમતું હોય છતાં મંગળદોષથી ચિંતિત થઈને પાક્કું નથી. કે મુરતિયો જડતો નથી કે કન્યા જડતી નથી. લગ્ન વાંચ્છુ હોવા છતાં હિજરાય છે. જો કે હાલમાં ગુરુ અસ્તનો ચાલી રહ્યો છે તેથી લગ્ન ગાળો શરૂ થઈ ગયો હોવા છતાં ટૂંકા ગાળામાં લગ્ન યોગ નથી. વળી ગુરુ માર્ગી થશે ત્યાં સૂર્ય ધનનો થઈ જતાં કમૂરતા(ધનારક) શરૂ થઈ જશે. તે એક મહીનો ચાલશે. તેથી આ વર્ષે લગ્નોના મૂહૂર્તો પણ ઘણાં ઓછાં છે. ગુરુ અસ્તનો હોય ત્યારે તેમજ કમૂરતામાં કોઈ લગ્ન અંગેના કાર્યો થતાં નથી. પારિવારિક સુખાકારી માટે વર અને કન્યા માટે ગુરુ બળવત્તર અને ઉદિત થયેલો હોવો અત્યંત જરૂરી છે. કમૂરતામાં ધાર્મિક કાર્યો થઈ શકે, પણ માંગલિક કાર્યો થઈ શકતા નથી. જો તમે કે તમારા પરિવાર કે વર્તુળમાં કોઈ વિવાહ યોગ્ય હોય અને મંગળદોષથી પરેશાન હોય તો મંગળદોષ વિશેનો સ્પષ્ટ ખ્યાલ મેળવવો બેહદ જરૂરી છે. જાણો તમારી કુંડળીમાં છે ખરેખર મંગળ દોષ કે પછી તેનો હાઉ થકી તમે પરેશાની ભોગવી રહ્યાં છો.

જન્મ કુંડળીમાં જે ઉદિત રાશિમાં જન્મ થાય તેને જન્મ લગ્ન કહેવામાં આવે છે. તે બાર રાશિમાંથી કોઈ પણ હોઈ શકે. લગ્ન એ કુંડળીમાં પ્રથમ સ્થાન ગણાય છે. જો મંગળ લગ્નથી બારમે, લગ્નમાં, લગ્નથી ચોથે, સાતમે કે આઠમે હોય તો કુંડળીમાં મંગળ છે તેમ કહેવાય. પણ આ સ્થાનમાં મંગળ હોવા માત્રથી મંગળ દોષિત થતો નથી. જાણો જ્યોતિષ શાસ્ત્રોમાં મંગળદોષને લઈને શું છે અપવાદો….

અપવાદ નંબર 1

જો કુંડળીમાં લગ્નમાં મેષનો, ચોથા સ્થાનમાં કર્કનો, સાતમા સ્થાનમાં તુલાનો, આઠમા સ્થાનમાં વૃશ્રિકનો અને બારમા સ્થાનમાં મીનનો મંગળ હોય તો કુંડળી મંગળદોષ વાળી થતી નથી. આ મંગળ નિર્દોષ મંગળ ગણાય છે.

અપવાદ નંબર 2

જો કુંડળીમાં કોઈપણ રાશિનો મંગળ આ મંગળદોષ વાળા સ્થાનમાં હોય પણ જો તેના પર ગુરુની શુભ દ્રષ્ટિ હોય તો મંગળદોષ થતો નથી.

અપવાદ નંબર 3

કુંડળીમાં મંગળ દોષ હોય પણ જો તે મંગળ ચંદ્ર સાથે હોય તો પણ મંગળ દોષ થતો નથી.

અપવાદ નંબર 4

કુંડળીમાં મંગળ દોષ હોય પણ જો વર કે કન્યાની કુંડળીમાં તે સ્થાનમાં અન્ય કોઈ પાપ ગ્રહ જેવા કે સૂર્ય, રાહુ, કેતુ કે શનિ હોય તો પણ મંગળદોષ થતો નથી.

અપવાદ નંબર 5

કુંડળીમાં મંગળ દોષ હોય પણ જો કુંડળીમાં બળવાન ગુરુ પત્ની સ્થાનને શુભ દ્રષ્ટિથી જોતો હોય તો પણ મંગળ દોષ નડતો નથી.

અપવાદ નંબર 6

કુંડળીમાં મંગળ દોષ હોય પણ શુક્ર બળવાન હોય અને તે ગુરુથી દ્રષ્ટ હોય તો પણ મંગળ દોષ નડતો નથી.

અપવાદ નંબર 7

કુંડળીમાં મંગળ દોષ હોય પણ મંગળ અસ્તનો હોય તો પણ મંગળ દોષ થતો નથી.

અપવાદ નંબર 8

કુંડળીમાં મંગળ દોષ જનક સ્થાનમાં હોય(એટલે કે મંગળ દોષ હોય) પણ મંગળ ગુરુ સાથે પડ્યો હોય તો પણ મંગળ દોષ થતો નથી.

અપવાદ નંબર 9

કુંડળીમાં મંગળ દોષ હોય પણ સાથે મંગળ રાહુનો સંબંધ થતો હોય તો પણ મંગળ દોષ થતો નથી.

અપવાદ નંબર 10

મંગળ દોષ જનક સ્થાનમાં શનિ સાથે યુતિમાં હોય તો પણ મંગળ દોષ નડતો નથી.

અપવાદ નંબર 11

કુંડળીમાં મંગળ દોષ જનક સ્થિતિમાં હોય પણ સામે વાળા વર કે કન્યાની કુંડળીમાં એ દોષ જનક સ્થાનોમાંથી કોઈમાં શનિ હોય તો પણ મંગળ દોષ નડતો નથી.

અપવાદ નંબર 12

વર કે કન્યાની કુંડળીમાં મંગળ દોષ કારક સ્થિતિમાં હોય પણ સામે પક્ષે દોષ જનક સ્થાનોમાંથી કોઈમાં જો કોઈ અન્ય પાપ ગ્રહ હોય તો પણ મંગળ દોષ નડતો નથી.

અપવાદ નંબર 13

વર કે કન્યામાં મંગળ દોષ કારક થતો હોય પણ જો ગણ દોષ ન થતો હોય તો પણ મંગળ દોષ નડતો નથી.

અપવાદ નંબર 14

કુંડળીમાં મંગળ કોઈ ખાનામાં દોષ કારક થતો હોય પણ જો ઉંમર 28 વર્ષ પૂરા થઈ ગયાં હોય તો પણ મંગળ દોષ નડતો નથી.

અપવાદ નંબર 15

કુંડળીમાં મંગળ દોષ જનક સ્થિતિમાં હોય પણ કેન્દ્ર કે ત્રિકોણમાં બળવાન, ઉચ્ચનો કે સ્વગૃહી ગુરુ હોય તો પણ મંગળ દોષ નડતો નથી
.
ખાસ વાતઃ

કુંડળીમાં મંગળ દોષ નડે છે તેના કરતાં પણ મંગળનું બીજા સ્થાનમાં હોવું વધું નડતર રૂપ હોય છે. તે વધું દોષયુક્ત બને છે. પછી ભલે એ મંગળ દોષિત ન હોય છતાં પણ તેના વરવા પરિણામો ભોગવવા પડે છે.
કુંડળીમાં મંગળ દોષ કારક સ્થાન(1.4.7.8.12માં સ્થાન)માં હોય તો મંગળ દોષ થાય છે જ તેવું માની લેવું નહિં. કોઈ તજજ્ઞ પંડિતને બતાવીને મંગળદોષ છે કે તે ચકાસી લેવું જોઈએ. અને જો મંગળ દોષ હોય તો પણ કુંભ વિવાહ કરાવીને મંગળ દોષમાંથી મુક્તિ કરાવીને વ્યક્તિના લગ્ન કરાવી શકાય છે. તેમાં કોઈ અવજોગ નથી. વ્યક્તિને આમ કરાવવાથી મંગળ દોષનું અશુભ ફળ મળતું નથી.

Related posts

સતત બીમારીનું કારણ ગ્રહયોગ તો નથી ને ?

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

Speed News – 04/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 02/04/2022

aasthamagazine

Weekly Astrology – 21/03/2022 to 27/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

શું લગ્નમાં મંગળ દોષથી ચિંતિત છો ?

aasthamagazine

Leave a Comment