Boy or girl : You can get as many children as you want!
Aastha Magazine
Boy or girl : You can get as many children as you want!
એસ્ટ્રોલોજી

છોકરો કે છોકરી? : ઈચ્છા પ્રમાણે મેળવી શકશો સંતાન !

(જગદીશ રાજપરા-જ્યોતિષ, ahmedabad)
છોકરો કે છોકરી? આ સમયે સમાગમ કરવાથી ઈચ્છા પ્રમાણે મેળવી શકશો સંતાન !

-ગર્ભાધાન માટે કયો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, અશુભ સમયે ગર્ભાધાન થાય તો શું થાય

-ગર્ભાધાન એક પ્રકારનો યજ્ઞ જ છે એટલા માટે આ સતત યજ્ઞની ભાવના રાખવી જોઈએ, વિલાસની દ્રષ્ટિ ન રાખવી જોઈએ

-નિષેધ કરેલા દિવસોમાં જાતીય સંબંધ બાંધવામાં આવે તો તે બાળક ઓછી ઉંમરવાળુ, રોગી, દુઃખ આપનાર તથા વિકૃત અંગવાળું બાળક જન્મે છે

-માતા-પિતા કાળા કે શ્યામ હોય પરંતુ બાળક ગોરુ-ગોરુ કે લાલ-લાલ ટામેટા જેવું ઈચ્છતા હો તો આ નિયમોનું પાલન કરવું જોઈએ

કોઈપણ દેશનું ભવિષ્ય બાળકો ઉપર નિર્ભર કરે છે જે દંપતી સુવિચારી, સદાચારી તથા પવિત્રાત્મા છે તથા શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરવામાં તત્પર છે એવા દંપતીઓના ઘરમાં દિવ્ય આત્માઓ જન્મ લે છે આવા સંતાનોમાં બાળપણથી જ સુસંસ્કાર, સદગુણોની પ્રત્યે આકર્ષણ તથા દિવ્યતા જોવા મળે છે. વર્તમાન સમયમાં દેશની સામે બાળકોમાં સંસ્કારોની ખામીની આ મુખ્ય સમસ્યા છે. જેમાંથી બહાર આવવા માટે સંતાનપ્રાપ્તિના ઈચ્છુક દંપતીઓએ બ્રહ્મજ્ઞાની સંતો-મહાપુરુષોના દર્શન-સત્સંગનો લાભ લઈને સ્વયં સુવિચારી, સદાચારી બનવું જોઈએ. સાથે જ ઉત્તમ સંતાનપ્રાપ્તિના નિયમોને પણ જાણી લેવા જોઈએ.

વાસ્તવમાં પત્થર, પાણી ખનિજ દેશની સાચી સંપત્તિ નથી પરંતુ ઋષિ-પરંપરાના પવિત્ર સંસ્કારોથી જ સંપન્ન તેજસ્વી બાળક જ દેશની સાચી સંપત્તિ છે પરંતુ મનુષ્ય ધન-સંપત્તિ વધારવામાં જેટલું ધ્યાન આપે છે એટલું સંતાન પેદા કરવામાં નથી આપતો જો શાસ્ત્રોક્ત રીતે શુભ મૂહુર્તમાં ગર્ભાધન કરી સંતાનપ્રાપ્તિ કરવામાં આવે તો તે પરિવાર અને દેશનું નામ રોશન કરનાર સિદ્ધ થશે.

ઉત્તમ સંતાનપ્રાપ્તિ માટે સર્વપ્રથમ પતિ-પત્નીનું તન-મનથી સ્વસ્થ હોવું જરૂરી છે વર્ષમાં માત્ર એક જ વાર સંતાનોત્પતિ માટે સમાગમ કરવો હિતકારી છે.

ગર્ભાધાન માટે સમયઃ-

-ઋતુકાળની ઉત્તરોત્તર રાત્રીઓમાં ગર્ભાધાન શ્રેષ્ઠ છે પરંતુ 11 મી અને 13મી રાત્રિ વર્જિત છે.

-જો પુત્રની ઈચ્છા ધરાવતા હો તો પત્નીએ ઋતુકાળની 8, 10, 12, 14 અને 16મી રાતમાંથી કોઈ એક રાતે શુભ મૂહુર્ત પસંદ કરી સમાગમ કરવો જોઈએ.

-કૃષ્ણપક્ષ(ગુજરાતી વદ)ના દિવસોમાં ગર્ભ રહે તો પુત્ર અને શુક્લ પક્ષ(સુદ)માં ગર્ભ રહે તો પુત્રી પેદા થાય છે.

-જો પુત્રીની ઈચ્છા હોય તો ઋતુકાળની 5, 7, 9 કે 15મી રાત્રીમાંથી કોઈ એક રાત્રિના શુભ મૂહુર્ત પસંદ કરવા જોઈએ.

-રજોદર્શન દિવસે થાય તો તે પ્રથમ દિવસ ગણવો જોઈએ, સૂર્યાસ્ત પછી થાય તો સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના સમયને ત્રણ સમાન ભાગ કરી પ્રથમ બે ભાગમાં થયો હોય તો તે દિવસને પ્રથમ દિવસ ગણવો જોઈએ, રાતના ત્રીજા ભાગમાં રજોદર્શન થયો હોય તો બીજા દિવસને પ્રથમ દિવસ ગણવો જોઈએ.

જાતીય સંબંધ કયા દિવસે અને કયા સમયે ન કરવો જોઈએઃ-

-નિષિદ્ધ રાત્રિઓઃ પૂનમ, અમાસ, એકમ, અષ્ઠમી, અગિયાર, ચતુર્દશી, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, ઉત્તરાયણ, જન્માષ્ટમી, રામનવમી, હોળી, શિવરાત્રિ, નવરાત્રિ વગેરે શુભ તહેવારોની રાત, શ્રાદ્ધના દિવસો, ચતુર્માસ, પ્રદોષકાળ, ક્ષયતિથિ(બે તિથીઓનો સમન્વયકાળ) તથા માસિક ધર્મના ચાર દિવસ સમાગવમ ન કરવો જોઈએ. શાસ્ત્રમાં બતાવેલ મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.

-માતા-પિતાની મૃત્યુતિથિ, પોતાનો જન્મદિવસ, નક્ષત્રોની સંધિ(બે નક્ષત્રોની વચ્ચેનો સમય) તથા અશ્વિની, રેવતી, ભરણી, મઘા, મૂળ આ નક્ષત્રોમાં સમાગમ વર્જિત છે.

-દિવસના સમય દરમિયાન સમાગમ કરવાથી ઉંમર અને બળનો ખૂબ જ હ્રાસ થાય છે. ગર્ભાધાન માટે અઠવાડિયાના 7 દિવસોની રાત્રિઓના શુભ સમય આ પ્રમાણે છે. જો તમે સંસ્કારી બાળકો ઈચ્છતા હો તો આ સમય પસંદ કરો.

રવિ >> 8 થી 9 >> 1.30 થી 5
સોમ >> 10.30 થી 12 >> 1.30 થી 4
મંગળ >> 7.30 થી 9 >> 10.30 થી 1.30
બુધ >> 7.30 થી 10 >> 3 થી 4.30
ગુરુ >> 12 થી 1.30 >> 3 થી 4
શુક્ર >> 9 થી 10.30 >> 12 થી 3.30
શનિ >> 9 થી 12

ગર્ભધારણની પહેલા કર્તવ્યઃ-

-રાત તથા સમય ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા જ નક્કી કરી લેવો જોઈએ ચોક્કસ રાત્રે સાંજ પહેલા પતિ-પત્નીએ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરીને સદગુરુ તથા ઈષ્ટદેવતાની પૂજા કરવી જોઈએ, શક્ય હોય તો હવન કરવો જોઈએ.

-ગર્ભાધાન એક પ્રકારનો યજ્ઞ જ છે એટલા માટે આ સતત યજ્ઞની ભાવના રાખવી જોઈએ, વિલાસની દ્રષ્ટિ ન રાખવી જોઈએ.

-પતિ-પત્ની બંનેએ પોતાની ચિત્તવૃત્તિઓ પરમાત્મામાં સ્થિર કરવી જોઈએ તથા ઉત્તમ આત્માઓને પ્રાર્થના કરીને તેમનું આહ્વાન કરવું જોઈએઃ ‘હે બ્રહ્માંડમાં વિચરણ કરી રહેલા સૂક્ષ્મ રૂપધારી પવિત્ર આત્માઓ! અમે બંને પ્રાર્થના કરી રહ્યા છીએ કે અમારે ત્યાં જન્મ ધારણ કરી અમને કૃતાર્થ કરો, અમને બંને અમારા શરીર, મન, પ્રાણ અને બુદ્ધિને તમારા યોગ્ય બનાવીશું.’

-પુરુષ જમણા પગથી સ્ત્રી પહેલા પથારી ઉપર આરોહણ કરો અને સ્ત્રી ડાબી તરફથી પગથી પતિના દક્ષિણ પાશ્વમાં પથારી ઉપર ચઢે ત્યાર પછી પથારી ઉપર નીચે લખેલ મંત્ર વાંચવો જોઈએઃ

अहिरसि आयुरसि सर्वतः प्रतिष्ठासि धाता त्वां दधातु विधाता त्वां दधातु ब्रह्मवर्चसा भवेति
ब्रह्मा बृहस्पतिर्विष्णुः सोम सूर्यस्तथाऽश्विनौ भगोऽथ मित्रावरुणौ वीरं ददतु मे सुतम्

હે ગર્ભ ! તું સૂર્યની સમાન હોય, તું મારી ઉંમર હોય, તુ બધા પ્રકારે મારી પ્રતિષ્ઠા હોય, ધાતા(બધાના પોષક ઈશ્વર) તારું રક્ષણ કરે, વિધાતા(વિશ્વના નિર્માતા બ્રહ્મા) તારું રક્ષણ કરે, તુ બ્રહ્મતેજથી યુક્ત થઈ જા.

બ્રહ્મા, બૃહસ્પતિ, વિષ્ણુ, સોમ, સૂર્ય, અશ્વિનીકુમાર અને મિત્રાવરુણ જે દિવ્ય શક્તિરૂપ છે, તે મને વીર પુત્ર પ્રદાન કરે.

(चरक संहिता, शारीरस्थान : 8.8)

બંને ગર્ભ વિષે જ મન લગાવીને રહે એમ કરવાથી ત્રણે દોષ પોત-પોતાના સ્થાને રહેવાથી સ્ત્રી બીજ ગ્રહણ કરે છે. વિધિપૂર્વક ગર્ભધારણ કરવાથી ઈચ્છાનુકૂળ ફળ પ્રાપ્ત થાય છે.

માનવીઓએ શુભ યોગોનો લાભ લેવો જોઈએ અને અશુભ યોગોથી બચવું જોઈએ-

-જેની જન્મકુંડળીમાં તીવ્ર ચાંડાલ યોગ હોય અને અન્ય શુભ ગ્રહોની સ્થિતિ સારી ન હોયતો તેને અશાંત અને શારીરિક-માનસિક પીડાથી ગ્રસ્ત થવાની સંભાવના રહે છે. તેમ છતાં પણ જો અનુચિત સમયે ગર્ભ રહી જાય તો ગર્ભપાત ન કરાવીને આવનાર બાળકના કલ્યાણ માટે પ્રાર્થના, પૂજા, રામાયણ વગેરેનો પાઠ, જાપ, અનુષ્ઠાન કરો.
પોતાના ઘરે સ્વસ્થ, તંદુરસ્ત અને પુણ્યાત્મા બાળકનો જન્મ થાય તે માટે બધા દંપતીઓએ જાપ, અનુષ્ટાન, રામાયણ તથા શ્રી ગુરુગીતાનો પાઠ કરીને ગર્ભાધાન કરવું જોઈએ.

-પતિ-પત્નીનો વ્યવહાર માત્ર સંતાન ઉત્પત્તિ માટે જ ઉપયોગ કરે તો પોતાના કુળ-ખાનદાનને તારે છે. પણ પતિ-પત્નીનો વ્યવહાર અમાસ, પૂનમ, અગિયાર, અષ્ઠમી, જન્માષ્ટમી, શિવરાત્રિ, દિવાળી, હોળી, જેવા પવિત્ર દિવસોમાં અને પોતાના જન્મ દિવસ, શ્રાદ્ધ પક્ષના દિવસોમાં જો જાતીય સંબંધો બાધવામાં આવે તો અકાળ મૃત્યુને બોલાવા સમાન કે જાનલેવા બીમારીને આમંત્રણ અને જો સંતાન રહી જાય તો વિકલાંગ સંતાન પેદા થવાની પણ સંભાવના રહે છે.

શક્તિશાળી અને ગોરા પુત્રની પ્રાપ્તિ માટેઃ-

ગર્ભિણી સ્ત્રી ઢાક(પલાશ)ના એક કોમળ પાનને વાટીને ગાયના દુધ સાથે રોજ સેવન કરે. તેનાથી બાળક શક્તિશાળી અને ગોરુ થાય છે. માતા-પિતા ભલે કાળા હોય, તેમ છતાં બાળક ગોરુ આવશે. તેની સાથે જ સુવર્ણપ્રાશની 2-2 ગોળીઓ લેવાથી સંતાન તેજસ્વી થશે.

દુધ-માખન અને ત્રિફળા પ્રયોગઃ-

ત્વચામાં ખંજવાળની બીમારી હોય તો ત્રિફળતા 5-7 ગ્રામ રાતે થોડું પાણીની સાથે ફાંકી જાઓ. અનેક લોકોને ગાલ ઉપર દાગ હોય, તો 1 ગ્લાસ દૂધ અને 10-20 ગ્રામ માખણ(ખારું ન હોવું જોઈએ) માખણને પાણીમાં 2-4 વાર સારી રીતે ધોઈને દૂધમાં મેળવી દો. 1-2 વાર હલાવી દો અનેપીવો તો ચહેરાના દાગ-ધબ્બા, વાદળા જેવી કરચલી તો બધુ જ સારું થઈ જશે. ગર્ભિણી સ્ત્રી આવું દૂધ પીવે તો બાળક એકદમ લાલ-લાલ ટામેટા જેવું પેદા થાય છે.

પ્રસુતિના સમયે અમંગળની આશંકા હોય તો નીચે લખેલ મંત્રનો જાપ કરોઃ

सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके
शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोSस्तुते
(दुर्गासप्तशती)

જ્યારે કોઈ માતા ગર્ભવતી હોય તોઃ-

એ તો બધા જાણે જ છે કે ક્યાદુ માતાએ નારદ મુનિના આશ્રમમાં જઈને ખૂબ જ જાપ, તપ કર્યું, સત્સંગ સાંભળ્યા તો રાક્ષસ કુળમાં પણ પ્રહ્લાદ જેવું સંસ્કારી સંતાન પ્રાપ્ત થયેલું. એટલા માટે કોઈ વહુ, પુત્રી, બહેન ગર્ભવતી હોય તો તેને કહેવું કે શ્રીમદભાગવત વાંચે અને એ રીતે વાંચે કે આપણે કોઈને સંભળાવી રહ્યા હોય, જોરથી વાંચો. આ દિવસોમાં પ્રયાસ કરવા જોઈએ કે વધુને વધુ ભગવાનનો જાપ થાય. વધુને વધુ શાંત અને ધ્યાનમાં બેસવાનો પ્રયાસ કરવો જોઈએ. આવું સંતાન તમારા ઘરે જન્મ લેશે જે સાત-સાત પેઢીને તારનાર હશે. કારણ કે તમે ગર્ભથી તેને સંસ્કાર આપી રહ્યા હો છો.

તન-મનથી નિરોગી-સ્વસ્થ અને તેજસ્વી સંતાન-પ્રાપ્તિના નિયમઃ-

ગૃહસ્થ જીવનની સફળતા ઉત્તમ બાળની પ્રાપ્તિમાં માનવામાં આવે છે પરંતુ મનુષ્ય એ નથી જાણતો કે કેટલાક નિયમોનું પાલન તેને દિવ્ય, તેજસ્વની અને ઓજસ્વી સંતાન પ્રદાન કરવામાં મદદરૂપ થઈ શકે છે. જો નીચે પ્રમાણેના કેટલાક નિયમો જાણીને તેનું પાલન કરવામાં આવે તો ઉત્તમ, સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થાય છે.

-ઋતુકાળની ચોખી, છઠ્ઠી, આઠમી અને બારમી રાતે સ્ત્રીસંગ કરીને પુરુષ દીર્ધાયુવાવાળો પુત્રને પેદા કરે છે. પુત્રની ઈચ્છા રાખનાર સ્ત્રીને આ રાતે લક્ષ્મણા (હનુમાન વેલીની) જડમાં દૂધ ઘરીને તેના બે-ત્રણ ટીપા જમણા નાકમાં નાખવા જોઈએ)

-ઋતુકાળની પાંચમી, નવમી અને અગિયારમી રાત્રીમાં સ્ત્રીસંગ કરીને ગુણવાન કન્યા ઉત્પન્ન કરી શકાય છે, પરંતુ સાતમી રાત્રિમાં સ્ત્રીસંગ કરીને દુર્ભાગી કન્યા ઉત્પન્ન થાય છે.

-ઋતુકાળની ત્રણ રાત્રિઓમાં, પ્રદોષકાળમાં, અમાસ, પૂર્ણિમા, અગિયાર અથવા ગ્રહણના દિવસોમાં તથા શ્રાદ્ધ અને પૂર્વ દિવસોમાં સંયમ ન રાખવાના ગૃહસ્થોને ત્યાં ઓછી ઉંમરવાળુ, રોગી, દુઃખ આપનાર તથા વિકૃત અંગવાળું બાળક જન્મે છે. આથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Related posts

28-02-2022 થી 06-03-2022 સુધી નું સાપ્તાહિક રાશિભવિષ્ય – | Aasthamagazine.News

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

સતત બીમારીનું કારણ ગ્રહયોગ તો નથી ને ?

aasthamagazine

વર્ષ 2022માં 30 વર્ષ પછી શનિ બદલશે પોતાની ચાલ

aasthamagazine

શું લગ્ન કરવા ઈચ્છો છો પણ મંગળ દોષથી ચિંતિત છો તો ખાસ વાંચો

aasthamagazine

Speed News – 04/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment