#Characteristic of lucky women: Such women open the door of destiny
Aastha Magazine
#Characteristic of lucky women: Such women open the door of destiny
એસ્ટ્રોલોજી

ભાગ્યશાળી સ્ત્રીઓના લક્ષણ : ભાગ્યના દરવાજા ખોલે છે આવી સ્ત્રીઓ

(જગદીશ રાજપરા-જ્યોતિષ, ahmedabad)
બધા જ પુરૂષ ઇચ્છે છે કે, તેમનો વિવાહ એવી સ્ત્રી સાથે થાય જે ભાગ્યશાળી હોય અને કુળનું નામ રોશન કરનારી હોય, પરંતુ સામાન્ય રૂપથી કોઇ સ્ત્રીને જોઇને તેના વિશે વિચાર કરી શકાતો નથીસ કારણ કે, સુંદર દેખાવ ધરાવનાર સ્ત્રી કપટી પણ હોઇ શકે છે, ત્યાં જ સાધારણ દેખાવ ધરાવનાર સ્ત્રી વિચારવાન હોઇ શકે છે. જ્યોતિષ અંતર્ગત એક એવી વિદ્યા પણ છે જેના મુજબ કોઇપણ સ્ત્રીના અંગો પર વિચાર કરીને તેના સ્વભાવ અને ચરિત્ર વિશે તમે ખૂબ જ સરળતાથી ઘણું બધુ જાણી શકો છો.

આ વિદ્યાને સામુદ્રિક રહસ્ય કહે છે. આ વિદ્યાનું સંપૂર્ણ વર્ણન સામુદ્રિક શાસ્ત્રમાં મળે છે. ધર્મ ગ્રંથો મુજબ સામુદ્રિક શાસ્ત્રની રચના ભગવાન શિવના પુત્ર કાર્તિકેયે કરી હતી. આ ગ્રંથ મુજબ આજે અમે તમને થોડા એવા લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ, જેને જોઇને સૌભાગ્યશાળી સ્ત્રિઓના વિષયમાં સરળતાથી વિચાર કરી શકાય છે.

શ્લોકઃ-

पूर्णचंद्रमुखी या च बालसूर्य-समप्रभा।
विशालनेत्रा विम्बोष्ठी सा कन्या लभते सुखम् ।1।
या च कांचनवर्णाभ रक्तपुष्परोरुहा।
सहस्त्राणां तु नारीणां भवेत् सापि पतिव्रता ।2।

એટલે કે, જે કન્યાનું મુખ ચંદ્ર સમાન ગોળ, શરીરનો રંગ ગોરો, આંખ થોડી મોટી અને હોઠ હળવા લાલાશ ધરાવતા હોય તો તે કન્યા પોતાના જીવનકાળમાં બધા જ સુખ ભોગવે છે.
જે સ્ત્રીઓનો શરીરનો રંગ સોના જેવો હોય અને હાથનો રંગ કમળની સમાન ગુલાબી હોય તો તે હજારો પ્રતિવ્રતાઓમાં પ્રધાન (મુખ્ય) માનવામાં આવે છે.
શ્લોકઃ-

रक्ता व्यक्ता गभीरा च स्निग्धा पूर्णा च वर्तुला ।1।
कररेखांनाया: स्याच्छुभा भाग्यानुसारत ।2।
अंगुल्यश्च सुपर्वाणो दीर्घा वृत्ता: शुभा: कृशा।

એટલે કે, જે સ્ત્રીના હાથની રેખા લાલ, સ્પષ્ટ, ઉંડી, પૂર્ણ અને ગોળાકાર હોય તો તેવી સ્ત્રીઓને ભાગ્યશાળી માનવામાં આવે છે. તે પોતાના જીવનમાં અનેક સુખને ભોગવે છે.

જે સ્ત્રીઓની આંગળીઓ લાંબી, ગોળ, સુંદર અને પાતળી હોય તો તે શુભ ફળ પ્રદાન કરે છે.

શ્લોકઃ-

ललनालोचने शस्ते रक्तान्ते कृष्णतारके।
गोक्षीरवर्णविषदे सुस्निग्धे कृष्ण पक्ष्मणी ।1।
राजहंसगतिर्वापि मत्तमातंगामिनि।
सिंह शार्दूलमध्या च सा भवेत् सुखभागिनी ।2।

એટલે કે- જે સ્ત્રીના બંન્ને નેત્ર પ્રાંત (આંખની ઉપર-નીચેની ત્વચા) હળવી લાલ, કીકીનો રંગ કાળો, સફેદ ભાગ ગાયના દૂધની સમાન હોય તથા ભમરનો રંગ કાળો હોય તે સ્ત્રી સુલક્ષણા હોય છે.

જે સ્ત્રી રાજહંસ તથા મદમસ્ત હાથી સમાન ચાલતી હોય અને જેની કમર સિંહ અથવા વાઘ સમાન પાતળી હોય તો તે સ્ત્રી સુખ ભોગનારી માનવામાં આવે છે.

શ્લોકઃ-

गौरांगी वा तथा कृष्णा स्निग्धमंग मुखं तथा।
दंता स्तनं शिरो यस्यां सा कन्या लभते सुखम् ।1।
मृदंगी मृगनेत्रापि मृगजानु मृगोदरी।
दासीजातापि सा कन्या राजानं पतिमाप्रुयात् ।2।

એટલે કે- જે સ્ત્રી ગોરી અથવા સાવલા રંગની હોય, મુખ, દાંત અને મસ્તક સ્નિગ્ધ એટલે કે સુંવાળું હોય તો તે પણ ખૂબ જ ભાગ્યવાન હોય છે અને પોતાના કુળનું નામ વધારનાર હોય છે.

જે નારીનો રંગ કોમળ તથા નેત્ર, જાંધ અને પેટ હરણની સમાન હોય તો તે સ્ત્રી દાસીના ગર્ભથી ઉત્પન્ન થઇને પણ રાજા સમાન પતિને પ્રાપ્ત કરે છે.

શ્લોકઃ-

अंभोज: मुकुलाकारमंगष्टांगुलि-सम्मुखम्।
हस्तद्वयं मृगाक्षीणां बहुभोगाय जायते ।1।
मृदु मध्योन्नतं रक्तं तलं पाण्योररंध्रकम्।
प्रशस्तं शस्तरेखाढ्यमल्परेखं शुभश्रियम् ।2।

એટલે કે- જે મહિલાઓના બંન્ને હાથ, અંગૂઠા અને આંગળીઓ સામે હોઇને પણ કમળ કલિકાઓ સમાન પાતળી અને સુંદર હોય, તેવી સ્ત્રી સૌભાગ્યવતી હોય છે.

જે સ્ત્રીની હથેળી કોમળ, હળવી લાલ, સ્પષ્ટ, વચ્ચેનો ભાગ ઉભરેલો હોય, સારી રેખાઓથી યુક્ત હોય છે, તે સ્ત્રી સોભાગ્ય અને લક્ષ્મીથી યુક્ત હોય છે.

શ્લોકઃ-

मत्स्येन सुभगा नारी स्वस्तिके वसुप्रदा।
पद्मेन भूषते पत्नी जनयेद् भूपतिं सुतम् ।1।
चक्रवर्तिस्त्रिया: पाणौ नद्यावर्त: प्रदक्षिण:।
शंखातपत्रकमठा नृपमातृत्वसूचका: ।2।

એટલે કે- જે સ્ત્રીઓની હથેળીમાં માછલીનું નિશાન હોય તો તે સુંદર, ભાગ્યશાળી અને સ્વસ્તિકનું નિશાન ધરાવનારી હોય તો ધન આપનાર સાબિત થાય છે. કમળનું નિશાન હોય તો રાજપત્ની થઇને ભૂમિનું પાલન કરનાર પુત્રને જન્મ આપે છે.

જે સ્ત્રીનની હથેળીમાં દક્ષિણાવર્ત મંડળનું નિશાન હોય છે, તે ચક્રવર્તિ રાજાની પટરાણી બને છે. શંખ, છત્ર અને કાચબાનું નિશાન હોય તો તે સ્ત્રી રાજમાતા બને છે.

શ્લોકઃ-

तुलामानाकृती रेखा वणिक्पत्नित्वहेतुका ।1।
गजवाजिवृषाकारा करे वामे मृगीदृशा ।2।

रेखा प्रसादज्राभा सूते तीर्थकरं सुतम्।
कृषीबलस्य पत्नी स्याच्छकटेन मृगेण वा ।2।

એટલે કે- જે સ્ત્રીઓના ડાબા હાથમાં ત્રાજવુ, હાથી, ઘોડો અને બળદનું નિશાન હોય તો કરિયાણાના વેપારીની સ્ત્રી બને છે.

જેના હાથમાં વજ્ર અને કોઠીનું નિશાન હોય તો તે સ્ત્રી તીર્થ કરાવનાર પુત્રને જન્મ આપે છે. ગાડું અને મૃગનું નિશાન હોય તો તે ખેડુતની સ્ત્રી બન્ છે.

શ્લોકઃ-

त्रिशूलासगदाशक्ति – दुन्दुभ्याकृतिरेखया ।1।
नितम्बिनी कीर्तिमती त्यागेन पृथिवीतले ।2।
शुभद: सरलोअंगुष्ठो वृत्तो वृत्तनखो मृदु:।

એટલે કે- જે સ્ત્રીની હથેળીમાં ત્રિશૂળ, તલવાર, ગદા, શક્તિ અને નગારા જેવો આકાર ધરાવતી રેખા હોય તો તે દાન દ્વારા કીર્તિ પ્રાપ્ત કરે છે.

જે સુંદરીઓના અંગૂઠા સીધા, ગોળ તથા નખ ગોળ અને કોમળ હોય તો શુભપ્રદ માનવામાં આવે છે.

Related posts

શું લગ્નમાં મંગળ દોષથી ચિંતિત છો ?

aasthamagazine

સતત બીમારીનું કારણ ગ્રહયોગ તો નથી ને ?

aasthamagazine

21-02-2022 થી 27-02-2022 સુધી નું સાપ્તાહિક રાશિભવિષ્ય – | Aasthamagazine.News

aasthamagazine

વર્ષ 2022માં 30 વર્ષ પછી શનિ બદલશે પોતાની ચાલ

aasthamagazine

શું લગ્ન કરવા ઈચ્છો છો પણ મંગળ દોષથી ચિંતિત છો તો ખાસ વાંચો

aasthamagazine

28-02-2022 થી 06-03-2022 સુધી નું સાપ્તાહિક રાશિભવિષ્ય – | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment