



કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર નવરાત્રી દરમિયાન ખુલ્લુ રહેશે. ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે ભક્તો નવરાત્રી સમયે મંદિરમાં જઈ દર્શન કરી શકશે. નવરાત્રી દરમિયાન મંદિર સવારના 4થી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પરંતુ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ અને સ્ટોલ આ વર્ષે પણ ઉભા નહીં કરવામાં આવે સાથે નવરાત્રી સમયે મેળાનું થતું આયોજન પણ આ વર્ષે બંધ રહેશે.નવરાત્રિમાં તો અહીં 10 લાખ ભાવિકો દર્શનનો લાભ લેતા હોય છે. પરંતુ, ગત વરસે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ નહીં તે માટે ઇતિહાસમાં પહેલી વાર સદીઓની પરંપરા તૂટી હતી. અને, માતાનો મઢ નવરાત્રિ દરમિયાન ભક્તો માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે, આ વરસે ફરી માતાજીનું મંદિર ખુલ્લું રહેશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#The temple of Ashapura Mataji will be open in Navratri