#Rahul Gandhi will visit Gujarat
Aastha Magazine
#Rahul Gandhi will visit Gujarat
રાજકારણ

રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેશે

આગામી ઓક્ટોબર માસમાં કોગ્રેસના સંયોજકોની એક બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં ભાગ લેવા કોંગર્સનેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ પણ કઠોર નિર્ણય લઇ રહી છે. પંજાબમાં આંતરિક ડખા વધતા સરકારમાં પરિવર્તન કરાયુ છે. હવે રાજસ્થાનનો વારો છે. રાજસ્થાનમાં કેબિનેટના વિસ્તરણ બાદ હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન કરવાના મૂડમાં છે. રાહુલ ગાંધીને પોતાની નેતાગીરી સાબિત કરવા માટે પણ એક પછી એક કડક નિર્ણયો લેવા જરૃરી છે. પંજાબમાં નિર્ણય લઈ લીધો છે.
રાજસ્થાન જેવા રાજ્યોમાં કોંગ્રેસ અશોક ગેહલોતમા સ્થાને સચિન પાઈલટને સિંહાસન પર બેસાડવા માંગે છે.
રાહુલ ગાંધી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાત લે એવી શક્યતા છે. ભાજપે ગુજરાતમાં સત્તા પરિવર્તન કર્યું, પછી કોંગ્રેસે પંજાબમાં સત્તા પરિવર્તન કર્યું. વળી ભાજપ તો 2020માં સાત રાજ્યોમાં અડધા ધારાસભ્યોને કાપી નાખવા માંગે છે. કોંગ્રેસે પણ ભાજપના સપાટાબંધ નિર્ણયોમાંથી શીખ લઈને પરિવર્તન કરવાનું મન બનાવ્યું હોય એમ લાગે છે. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ કશું ન કરવા માટે જાણીતા છે. વળી સત્તા પક્ષ સાથે તેમની સાંઠગાંઠ પણ અજાણી નથી. એટલે હવે ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તનની જરૂર છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Rahul Gandhi will visit Gujarat

Related posts

ગોંડલ : મનસુખ માંડવીયાના કાર્યક્રમમાં કાળા વાવટા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 18/02/2022

aasthamagazine

ગુજરાત : વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યુ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/03/2022

aasthamagazine

જમીન કૌભાંડનો આક્ષેપ કરનાર કોંગ્રેસના નેતાઓને વિજયભાઈ રૂપાણીની નોટિસ

aasthamagazine

દલિત નેતા જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઈ જશે.

aasthamagazine

Leave a Comment