#Gujarat: Heavy rains forecast from October 27 to 5
Aastha Magazine
#Gujarat: Heavy rains forecast from October 27 to 5
ગુજરાત

ગુજરાત : 27 થી 5 ઓકટોબર ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં મોડા શરૂ થવા છતા વરસાદ સારો પડી ચુક્યો છે અને હજુ આવનારા દિવસોમાં વરસાદ પડશે એવી આગાહી છે. આગામી આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે . રાજ્યના વિવિધ ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશના ભાગ, ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગો અને રાજસ્થાનના ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબરમાં પણ વાદળવાયું રહેવાની શક્યતા છે. અને 20થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.

ગુજરાતના ઘણા ભાગમાં થઇ રહેલા ભારે વરસાદના લીધે જન-જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું
છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના દક્ષિણ ભાગ સહિત ગુજરાતના ઘણા ભાગમાં ગુરૂવારે મૂશળાધાર વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશના આ પશ્વિમી રાજ્યમાં આગામી ચાર દિવસોમાં વરસાદનો દૌર યથાવત રહેશે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ જામનગરના જોડિયામાં 8 જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે અમીરગઢમાં 4 ઇંચ, નખત્રાણામાં પોણા 4 ઇંચ, ગણદેવીમાં 3.5
ઇંચ, ઉમરાપાડા, ચીખલી, અંજાર, વલસાડ, વલસાડ, કપરાડામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 18 તાલુકામાં 2 ઈંચ થી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 30 તાલુકામાં 1 ઈંચ થી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ 81.34% વરસાદ ચોપડે નોંધાયો છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ વરસાદ નોંધાયો છે.

દરમિયાન સારા વરસાદના પગલે રાજ્યના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટના ભાદર, આજી, ન્યારી અને છાપરવાડી બંધોમાં અડધો ફૂટ પાણી ઉમેરાયું છે.

વડોદરા જિલ્લામાં વરસાદના પગલે ડેમ જળાશયોની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની સતત આવક થતાં સપાટીમાં 31 સેન્ટીમીટરનો વધારો થયો છે.

દરમિયાન બંગાળના અખાતમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આવતા અઠવાડિયે સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે. સારા પાછોતરા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે.

રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર, વેરાવળ, જાફરાબાદ, દીવ, અલંગ, ભરૂચ, દહેજ સહિતના વિસ્તારોમાં દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Gujarat: Heavy rains forecast from October 27 to 5

Related posts

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા

aasthamagazine

હવામાન વિભાગ : 15 ઓગસ્ટ પછી દક્ષિણ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા

aasthamagazine

ભરશિયાળામાં ગુજરાતના ૯ તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ

aasthamagazine

ગુજરાત શિક્ષણ વિભાગમાં બદલી, વર્ગ-2ના 168 શિક્ષણ નિરીક્ષક સહિત આચાર્યો બદલાયા

aasthamagazine

Speed News – 05/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

વાતાવરણ બદલાતા ખેડૂતોમાંપાક બગડવાની ચિંતા જોવા મળી રહી છે

aasthamagazine

Leave a Comment