



શહેરમાં વધુ એક પરિણીતાએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના તાલુકા પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરી મૃતકે કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શ્યામ સ્કાય ની સામે આર્યલેન્ડ સોસાયટી બ્લોક નંબર 145માં રહેતા અર્પિતા બહેને કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા તેમનું મોત નિપજ્યું હતું. જે સમયે પરિણીતાએ આપઘાત કર્યો તે સમયે ઘરમાં એકલી જ હાજર હતી. તેનો પતિ કોઈ કારણોસર બહાર ગયો હતો. પતિ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેણે પત્નીને પંખા સાથે કપડું બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી. 108 અને પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરી હતી. જેથી તાત્કાલિક અસરથી 108 નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી 108 ની ટીમ દ્વારા અર્પિતા બેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કે તાલુકા પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડયો હતો.મળેલ માહિતી મુજબ મૃતક છેલ્લા પાંચ વર્ષથી ઈશ્વરયા ગામ ખાતે આવેલ મોદી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. મૃતકના પતિ મેટોડામાં ખાનગી કંપનીમાં ટેકનિકલ મેનેજર તરીકે નોકરી કરે છે. પરિણીતાએ મોતને વહાલું કરતાં બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી વારો આવ્યો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Modi school teacher commits suicide