#Gujarat High Court: Buildings without fire safety should be sealed
Aastha Magazine
#Gujarat High Court: Buildings without fire safety should be sealed
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટ : ફાયર સેફટી વગરની ઇમારતો સીલ કરવામાં આવે

રાજ્યની અનેકહોસ્પિટલોમાં ફાયર સેફટીના અભાવે નિર્દોષોના જીવ જતા ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી ફાયર સેફ્ટી મુદ્દે સુનાવણી ચાલી રહી છે . ગુજરાત હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું કે ફાયર સેફટી વગરની અને બી.યુ. વગરની ઇમારતો સીલ કરવામાં આવે. કાયદાના શાસનમાં લાગણીઓને અને ભાવનાઓને અવકાશ નથી. જો કાયદાનું પાલન કરવામાં વાંધો હોય એવા તમામ સામે કડક પગલાં લેવા જરૂરી છે. એડવોકેટ જનરલે કહ્યું કે ઘણા ઘર્ષણની સ્થિતિ થશે. કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટના હુકમ બાદ કોઈ અવકાશ નથી

અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજ્યની અન્ય હોસ્પિટલોમાં ફાયર સેફટીના અભાવે નિર્દોષોના જીવ જતા કેટલાક સમયથી ફાયર સેફ્ટી મુદ્દે સુનાવણી ચાલી રહી છે. આજે ફરીવાર આ મુદ્દે સુનાવણી થતાં કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સરકારને સ્પષ્ટ કહ્યું કે, કાયદાનું પાલન લાગણીઓ અને ભાવનાઓથી નથી થતું. કોર્ટે રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને ટકોર કરી હતી કે, બીયુ પરમિશન અને ફાયર સેફટી ન હોય તેવી તમામ ઇમારતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.સુપ્રીમ કોર્ટે 8 જુલાઈ 2022 સુધી ફાયર સેફ્ટીના અમલીકરણ માટેની અરજી ફગાવી

આજે સુનાવણી દરમિયાન કોર્ટે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, કાયદાની અમલવારી જરૂરી છે રાજ્યમાં ઝડપથી ફાયર સેફટી ઊભી થાય તે માટે પ્રશાસન કાર્યવાહી કરે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat High Court: Buildings without fire safety should be sealed

Related posts

હર્ષ સંઘવી પર કોંગ્રેસી ધારાસભ્ય પૂંજા વંશની વિવાદીત ટિપ્પણી

aasthamagazine

ગુજરાત : નવા મંત્રીઓનો નવો સ્ટાફ : 24 મંત્રીઓ માટે નવા સ્ટાફની નિમણૂંક

aasthamagazine

વાતાવરણ બદલાતા ખેડૂતોમાંપાક બગડવાની ચિંતા જોવા મળી રહી છે

aasthamagazine

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે

aasthamagazine

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

આસ્થા મેગેઝીન પર અવીરહ્યું છે સાપ્તાહિક રાશિ ભવિષ્ય | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment