



જેટલુ તમારુ પેટ વધશે એટલી અન્ય સમસ્યઓ પણ વધતી જશે અને પેટની ચરબી માટે કોઈ સહેલો ફોર્મૂલા પણ નથી. જેના ઉપયોગથી તમે તમારી ચરબી ચાર દિવસમાં ઓછી કરી લો.આજે અમે તમને પેટની ચરબી ઓછી કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ યોગાસન બતાવી રહ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમારી ચરબી ઓછી થશે સાથ જ તમે તનાવ મુક્ત પણ રહેશો અને અન્ય બીમારીઓથી પણ દૂર રહેશો.તાડાસન – તાડાસન એક પ્રકરનુ વોર્મ અપ પોઝ છે. આ રક્તનુ પરિસંચરણ સુધારે છે. જેના કારણે આ શરીરને અન્ય પોઝ માટે તૈયાર કરે છે.
પેટ ઓછુ કરવા માટે યોગ સૂર્ય નમસ્કાર
સૂર્ય નમસ્કાર 12 આસનોનો એક સંગમ છે. આ બધા આસન આપણા શરીરને લાભ પહોંચાડવામાં મદદ કરે છે. આગળ અને પાછળ નમવાથી શરીરમાં એક સ્ટ્રેચ આવે છે. જ્યારે કે ઊંડો શ્વાસ લેવાથી શરીરમાંથી ઝેરીલો પદાર્થ બહાર નીકળી જાય છે. રોજ સવારે સૂરજ સામે સૂર્ય નમસ્કાર કરવાથી તમને વધુ લાભ મળશે.
પેટની ચરબી ઓછી કરવા માટે પશ્ચિમોત્તાસન
આ આસન તમારી મણિપુર ચક્રને ઉત્તેજીત કરે છે. આ આસનમાં આગળ નમવાથી ધડ જાંધ સાથે જ હિપ્સ પણ સ્ટ્રેચ થાય છે. આ તેમને માટે છે જેમને પાચન સંબંધી સમસ્યા રહે છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#As your stomach grows, so will your other problems