#Gujarat: Are there any bad roads around you? 99784 03669 WhatsApp
Aastha Magazine
#Gujarat: Are there any bad roads around you? 99784 03669 WhatsApp
ગુજરાત

ગુજરાત : શું તમારી આજુબાજુ કોઇ રોડ કે રસ્તા ખરાબ છે? 99784 03669 વોટ્સએપ કરો

ગુજરાતમાં (Gujarat)છેલ્લા 15 દિવસમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ (Rain in Gujarat)વરસ્યો છે. જેના કારણે શહેરથી માંડીને ગામડાના રસ્તા ખખડધજ હાલતમાં થઈ ગયા છે જેને રીપેર કરવા ગુજરાત સરકાર (Gujarat Government)દ્વારા માર્ગ મરામત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ (Cabinet Minister Purnesh Modi)ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આવતા સપ્તાહથી ગુજરાત સરકાર માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ગુજરાત ભરમાં 1 થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલશે. જેમાં નાના રસ્તાથી માડી હાઇવે પર વરસાદને કારણે પડેલા ખાડાઓને થિગડા મારવામાં આવશે એટલે કે મોટા પાયે રિપેરિંગ કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવો નુસખો અપનાવવામાં આવ્યો છે.તમારી આપપાસના ખરાબ રસ્તા જે રીપેર કરવા લાયક હોય તો તેની વિગતો સરકારે જાહેર કરેલ વોટ્સએપ નંબર પર મોકલવાની રહેશે. તેમજ વિભાગે બહાર પાડેલા ઇ એડ્રેસ પર મોકલવાની રહેશે. તમામ સાચી વિગતો ફોટા સાથે ભરવાની રહેશે. જેથી આવતા સપ્તાહમાં 1 થી 10 તારીખની વચ્ચે રોડ રીપેર થઈ જાય.

માર્ગના મરામત માટે વોટ્સએપ નંબર દ્વારા જાણ કરી શકાશે. જે માટે 99784 03669 વોટ્સએપ નંબર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તમારૂ નામ , મોબાઇલ નંબર મોકલવાનો રહેશે. મરામતવાળી જગ્યાનું પુરૂ સરનામું આપો, ગામનું નામ, તાલુકા અને જિલ્લાનું નામ, પીનકોડ સહિતનું સંપૂર્ણ સરનામું મોકલવાનું રહેશે. સાથે જ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ એ પણ અપીલ કરી છે કે માત્ર વોટ્સએપ દ્વારા જ વિગત આપો. આ નંબર માત્ર વોટ્સએપ માટે છે તેના પર કોલ કરવો નહીં.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: Are there any bad roads around you? 99784 03669 WhatsApp

Related posts

ગુજરાતના નાગરિકની વાર્ષિક માથાદીઠ આવક 2.13 લાખ

aasthamagazine

10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરાશે

aasthamagazine

કચ્છમાં ભૂકંપના હળવા આંચકા

aasthamagazine

સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણ અંગે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

aasthamagazine

જાહેરમાર્ગો પર નૉન-વેજની લારીઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે

aasthamagazine

Speed News – 23/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment