



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય પ્રવાસ માટે સંયુક્ત રાજ્ય અમેરિકામાં છે. પીએમ મોદી અમેરિકા પ્રવાસ માટે બુધવાર(22 સપ્ટેમ્બર)ના રોજ રવાના થયા છે. અમેરિકા પ્રવાસ પર રવાના થયેલા પીએમ મોદી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે બેઠક સહિત ઘણા હાઈ પ્રોફાઈલ નેતાઓ સાથે વાતચીત કરશે. પીએમ મોદી ક્વાડ નેતાઓના એક શિખર સંમેલનમાં પણ ભાગ લેશે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ને સંબોધિત કરશે પરંતુ અમેરિકા પહોંચતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે અમેરિકાની લાંબી યાત્રા દરમિયાન ફ્લાઈટમાં ફાઈલો અને પેપર વર્ક કરતા દેખાયા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ જે ફોટો શેર કર્યો છે તેમાં તેઓ અમુક ફાઈલો અને પેપર પર કામ કરતા જોવા મળી રહ્યા છે. ફોટો શેર કરીને પીએમ મોદીએ લખ્યુ, ‘લાંબી ઉડાનનો અર્થ પેપર્સ અને અમુક ફાઈલ વર્કનુ કામ કરવાનો મોકો પણ છે.’ પીએમ મોદી હંમેશા પોતાના કામને લઈને ચર્ચામાં રહે છે. રિપોર્ટ મુજબ ગયા સાત વર્ષોથી પીએમ મોદીએ ક્યારેય રજા નથી લીધી. પીએમ મોદી એર ઈન્ડિયા વનમાં નવા શામેલ થયા અને વીવીઆઈપી વિમાન બોઈંગ 777માં યાત્રા કરી. પીએમ મોદી અને ભારતીય ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે બુધવારે સવારે 11 વાગ્યા બાદ નવી દિલ્લીથી ઉડાન ભરી અને ભારતીય માનક સમય પર 3.30 વાગે અમેરિકા વૉશિંગ્ટન ડીસી પહોંચ્યા.
જાણો અમેરિકામાં પીએમ મોદીનુ શું-શું છે કાર્યક્રમ
કોરોના મહામારી આવ્યા બાદ પડોશથી પરે પીએમ મોદીની આ પહેલી વિદેશ યાત્રા છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીનો વ્યસ્ત કાર્યક્રમ છે. ગુરુવાર(23 સપ્ટેમ્બર)ના રોજ તેઓ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિ,, ઑસ્ટ્રેલાઈ અને જાપાની સમકક્ષો સ્કૉટ મૉરિસન અને યોશીહિદે સુગા સાથે મુલાકાત કરશે અને પાંચ અમેરિકી કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. ગુરુવાર(23 સપ્ટેમ્બર)ના રોજ પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પણ મુલાકાત કરશે અને ક્વાડ સમિટમાં ભાગ લેશે. આ વર્ષે જાન્યુઆરીમાં જો બાઈડેનના અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી વ્યક્તિગત બેઠક હશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#PM Modi was working on the flight till he reached America