#Ahmedabad: Preparations started for Navratri Garba
Aastha Magazine
#Ahmedabad: Preparations started for Navratri Garba
અમદાવાદ

અમદાવાદ : નવરાત્રિના ગરબાને લઈને તૈયારીઓ શરૂ

અમદાવાદશહેરમાં નવરાત્રિને લઈને ભારે ઉત્સાહજોવા મળી રહ્યો છે. જેમાં હવે નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સરકારે સત્તાવાર રીતે ઉજવણીની કોઈ જાહેરાત નથી કરી. પરંતુ શહેરની વિવિધ સોસાયટીઓના પ્રતિનિધિઓએ અત્યારથી જ નવરાત્રિની ઉજવણીની તૈયારીઓ આરંભી દીધી છે. સોસાયટીના આયોજકોએ પોતાના મેમ્બર્સ માટે ગરબાનું આયોજન કરવાનું નક્કી કરી લીધુ છે. અમદાવાદની તમામ મોટી સોસાયટીઓના પ્રતિનિધિઓએ ગણેશ વિસર્જન બાદ બીજા જ દિવસે ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.મોટાભાગની સોસાયટીમાં 9 દિવસ માટે ડીજે અને ઓર્કેસ્ટ્રા સાથે માત્ર મેમ્બર્સ માટે ગરબા યોજાશે અને વૅક્સીન સર્ટિફિકેટ બાદ જ એન્ટ્રી આપવામાં આવશે. સરકારની ગાઈડલાઈનનું પાલન થાય તેમજ 60 ટકાથી વધારે લોકો ભેગા ન થાય તે રીતે ગરબાનું આયોજન થશે. સોસાયટી સિવાયના લોકોને એન્ટ્રી આપવામાં નહીં આવે. ગણેશ સ્થાપન અને વિસર્જન પૂર્વે રાજ્ય સરકારે ધાર્મિક અને સામાજીક કાર્યક્રમમાં DJ અને બેન્ડવાજાને મંજૂરી આપી હતી.

જેમાં કોરોના ગાઈડ લાઇનમાં અમલ સાથે વિસર્જન માટે માત્ર 15 લોકોને મંજૂરી આપવામાં આવી હતી. જો કે 400 લોકોની હાજરીમાં કાર્યક્રમની ઉજવણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. જો કે તેમાં નવરાત્રિને લઈને છૂટ મળશે કે નહિ તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. જો કે આ ઉપરાંત રાજ્ય સરકારે પણ નવરાત્રીના આયોજન અને વ્યવસ્થા અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Ahmedabad: Preparations started for Navratri Garba

Related posts

અમદાવાદમાં 5 પેડલરો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 26/02/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 25/02/2022

aasthamagazine

ગુજરાત : અમદાવાદમાં ફરી 500થી વધુ કોરોના ઍક્ટિવ કેસ

aasthamagazine

Speed News – 22/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment