#Washington: The Indian community has warmly welcomed PM Modi
Aastha Magazine
#Washington: The Indian community has warmly welcomed PM Modi
આંતરરાષ્ટ્રીય

વૉશિંગ્ટન : ભારતીય સમુદાયે પીએમ મોદીનુ જોરદાર સ્વાગત કર્યુ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસના પ્રવાસ માટે અમેરિકા પહોંચ્યા છે. ભારતીય સમયાનુસાર ગુરૂવારે સવારે પીએમ મોદી વૉશિંગ્ટન પહોંચ્યા, જ્યાં ભારતીય સમુદાયે પીએમ મોદીનુ જોરદાર સ્વાગત કર્યુ. હવે આજથી જ પીએમ મોદી પોતાની બેઠકમાં જશે. જેમાં પહેલા દિવસે કેટલીક કંપનીના CEO સાથે મુલાકાત પણ થવાની છે.

એરપોર્ટ પર પીએમ મોદીનુ ભવ્ય સ્વાગત

કોરોના સંકટ કાળની વચ્ચે પહેલીવાર પીએમ મોદીની કોઈ મોટી વિદેશ યાત્રા થઈ રહી છે. ગુરૂવારે સવારે લગભગ સાડા ત્રણ વાગે (ભારતીય સમયાનુસાર) જ્યારે પીએમ મોદી વૉશિંગ્ટન પહોંચ્યા ત્યારે ત્યાં ભારતીય સમુદાયે તેમનુ સ્વાગત કર્યુ. પીએમ મોદીએ તમામનો આભાર માન્યો. સાથે જ ટ્વીટર પર તસવીર પણ શેર કરી.

ગુરૂવારે શુ હશે પીએમ મોદીનો કાર્યક્રમ.

આજે વડા પ્રધાનની કેટલીક મહત્વની મુલાકાત છે. આ દરમિયાન તેઓ કેટલીક કંપનીના CEO સાથે મુલાકાત કરશે. આ સિવાય પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસન સાથે પણ દ્વિપક્ષીય વાર્તા કરશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Washington: The Indian community has warmly welcomed PM Modi

Related posts

ભારતીય હદમાં 10 પાકિસ્તાની પ્રવેશી રહ્યા હતા

aasthamagazine

કાબુલ એરપોર્ટ પાસે વિસ્તારમાં રોકેટથી હુમલો

aasthamagazine

ભારતીયોને હંગેરીમાંથી સુરક્ષિત કાઢી વતન પરત ફર્યા

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

ચીન :સરકારે આખા શહેરના તમામ લોકોનો ટેસ્ટ કરવાનુ નક્કી કર્યુ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 16/02/2022

aasthamagazine

Leave a Comment