#Shaktipeeth Ambaji, Sati's heart is here
Aastha Magazine
#Shaktipeeth Ambaji, Sati's heart is here
ધાર્મિક-ધર્મયાત્રા

શક્તિપીઠ અંબાજી, સતીનું હૃદય અહીં પડ્યું છે

ગુજરાત અને રાજસ્થાનની સીમા પર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી મંદિર આવેલું છે. આ મંદિર દેશના સૌથી જૂના અને પવિત્ર શક્તિ તીર્થ સ્થાનોમાંથી એક છે. આ શક્તિની દેવી સતીને સમર્પિત 51 શક્તિપીઠોમાંથી એક છે.અંબાજીનું મંદિર ગુજરાત-રાજસ્થાન સીમા નજીક અરાવલી શ્રૃંખલાના આરાસુર પર્વત ઉપર સ્થિત છે, જે દેશનું એક ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે. સફેદ આરસપહાણથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનું શિખર 103 ફૂટ ઊંચું છે. શિખર સોનાથી બનેલું છે. જે મંદિરની સુંદરતા વધારે છે. અહીં વિદેશોથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે. તે 51 શક્તિપીઠમાંથી એક છે, જ્યાં માતા સતીનું હ્રદય પડ્યું હતું.આ મંદિર પણ શક્તિપીઠ છે પરંતુ તે અન્ય મંદિરોથી થોડું અલગ છે. આ મંદિરમાં માતા અંબાની પૂજા શ્રીયંત્રની આરાધનાથી થાય છે જે સીધી આંખથી જોઇ શકાતું નથી. અહીંના પૂજારી આ શ્રીયંત્રનો શ્રૃંગાર એટલો અદભૂત કરે છે કે શ્રદ્ધાળુઓને લાગે છે કે જાણે માતા અંબાજી અહીં સાક્ષાત વિરાજમાન છે. તેમની પાસે જ પવિત્ર અખંડ જ્યોતિ પ્રગટે છે, જેના અંગે કહેવાય છે કે તે ક્યારેય ઓલવાઇ નથી.

માન્યતા છે કે, આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. અંબાજીના મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પહાડ પણ માતા અંબાના પગના નિશાન અને રથ ચિહ્નો માટે પ્રખ્યાત છે. માતાના દર્શન કરનાર ભક્તો આ પર્વત ઉપર પથ્થર ઉપર બનેલાં માતાના પગના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે જરૂર આવે છે. અંબાજી મંદિર અંગે કહેવામાં આવે છે કે, અહીં ભગવાન શ્રીકૃષ્ણનું મુંડન સંસ્કાર સંપન્ન થયું હતું. ત્યાં જ ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવી ચૂક્યાં છે. નવરાત્રિ પર્વમાં શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં અહીં માતાના દર્શન કરવા માટે આવે છે. આ સમયે મંદિરના ફળિયામાં ગરબા કરીને શક્તિની આરાધના કરવામાં આવે છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Shaktipeeth Ambaji, Sati’s heart is here

Related posts

સોમનાથ : મંદિર પર કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

શ્રાદ્ધમાં શું કરવુ અને શું ન કરવુ જોઈએ?

aasthamagazine

વૈષ્ણો દેવીના દર્શન : IRCTC તમારા માટે એક અદ્ભુત ટૂર પેકેજ

aasthamagazine

કચ્છ : આશાપુરા માતાજીના મંદિરમાં રાજમાતા પ્રીતિદેવીએ પતરીનો પ્રસાદ મેળવી પતરીવિધિ સંપન્ન કરી

aasthamagazine

માતા વૈષણોદેવી મંદિરમાં ભાગદોડથી 12 શ્રદ્ધાળુઓના મૃત્યુ

aasthamagazine

Leave a Comment