#CM: Ministers ordered to be present at the office in Gandhinagar
Aastha Magazine
#CM: Ministers ordered to be present at the office in Gandhinagar
ગાંધીનગર સમાચાર

મુખ્યમંત્રી : મંત્રીઓને ગાંધીનગરમાં ઓફિસ હાજર રહેવાનો આદેશ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તદઅનુસાર, રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓએ અને અધિકારીઓએ સોમવાર અને મંગળવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંત્રીઓ તેમજ અધિકારીઓને આ બે દિવસો (સોમવાર અને મંગળવાર) દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના આપી છે.મુખ્યમંત્રીના આ નિર્ણય અંગે વધુ વિગતો આપતાં મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને શિક્ષણ મંત્રી જીતેન્દ્રભાઇ વાઘાણીએ કહ્યું કે, રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓ બેઠકો, મીટીંગ, અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમ્યાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે.
નાગરિકોને પોતાના કામકાજ માટે મંત્રીઓ અને અધિકારીઓને મળવામાં સરળતા રહેશે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#CM: Ministers ordered to be present at the office in Gandhinagar

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

ગાંધીનગર : સોમવારથી ખૂલશે અક્ષરધામ મંદિર

aasthamagazine

ગાંધીનગરમાં સ્વામિનારાયણ મંદિર પાસે દોઢ વર્ષના બાળકને તરછોડી યુવક ફરાર

aasthamagazine

કેબિનેટ બેઠક : પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય

aasthamagazine

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયો જાહેર કરાયા

aasthamagazine

ગાંધીનગર એસ ટી ડેપોને ડિસેમ્બર સુધીમાં 20 ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે

aasthamagazine

Leave a Comment