#Gujarat: 20 new cases of corona in last 24 hours
Aastha Magazine
#Gujarat: 20 new cases of corona in last 24 hours
આરોગ્ય

ગુજરાત : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ

ગુજરાતમાં આજે કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,556 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 6,35,197 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 133 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 133 નાગરિકો સ્ટેબલ છે. 8,15,556 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. સુરત કોર્પોરેશનમાં 5, ભાવનગરમાં ત્રણ, અમદાવાદ કોર્પોરેશનમાં બે, ભાવનગર કોર્પોરેશનમાં બે, નવસારીમાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે, વલસાડમાં બે, જામનગરમાં એક, વડોદરામાં એક કોરોનાનો કેસ નોંધાયો છે.

રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 22 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4137 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 79013 નાગરિકોને રસીનો પ્રથમ અને 89,795 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 2,15,644 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 2,46,586 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 6,35,197 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,79,90,925 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: 20 new cases of corona in last 24 hours

Related posts

કોરોનાના 13,058 નવા કેસ, 164 દર્દીઓના મોત

aasthamagazine

રોજ સવારે ખાલી પેટ પીવો લીંબુ પાણી : રોગ રહેશે દૂર

aasthamagazine

કોરોના વાયરસની ત્રીજી લહેરના ભય વચ્ચે અનેક રાજ્યોમાં લાગ્યા પ્રતિબંધ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

કોરોનાના લક્ષણો હોવા છતાં ટેસ્ટમાં નેગેટિવ આવે છે

aasthamagazine

કોરોના ને કારણે મૃત્યુના કિસ્સામાં વારસદારોને સહાયની કાર્યપધ્ધતિ જાહેર

aasthamagazine

Leave a Comment