#BJP secures Patidar vote bank by appointing Bhupendra Patel as CM and also persuades Anandi Benn
Aastha Magazine
#BJP secures Patidar vote bank by appointing Bhupendra Patel as CM and also persuades Anandi Benn
રાજકારણ

ભાજપે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવીને પાટીદાર વોટબેંક સિક્યોર કરવા સાથે આનંદી બેનને પણ મનાવી લીધા

2022ની ચૂંટણી યોજાવાની છે, ત્યારે પાટીદાર સમાજે પોતાના સમાજમાંથી જ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. રાજકીય વર્ચસ્વ ધરાવતા સમુદાયની આ માંગ વચ્ચે વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદથી હટાવવામાં આવ્યા હતા, જેનું કારણ કોરોના મહામારી વચ્ચે સરકારની નિષ્ફળતા બતાવવામાં આવી રહ્યું છે. જો કે, આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો હતો, જ્યારે રાજ્યમાંથી કોરોના સંક્રમણ ઘણુ ઓછુ થઇ ગયું હતું અને વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.

આવા સમાયે ભાજપે કાસ્ટ કાર્ડ ફેંકીને ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવ્યા હતા. અટકળો એવી હતી કે, નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવશે કારણે કે, તેમને પાટીદાર સમુદાયમાંથી આવે છે અને ભાજપના મોટા ગજાના નેતા પણ છે.

આ બધી ચર્ચાઓ વચ્ચે ભાજપ હાઇકમાન્ડે પહેલીવારના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવીને બધાને ચોંકાવી દીધા હતા. ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવીને ભાજપ હાઇકમાન્ડે એક કાંકરે બે પક્ષી માર્યા હતા, જેમાં તેમને પાટીદાર નેતાને મુખ્યમંત્રી બનાવ્યા અને આનંદી બેન પટેલના બેડાની નારાજગી પણ દૂર કરી, કારણ કે,

આનંદી બેન પટેલ બાદ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવાને કારણે નારાજ હતા અને પાટીદાર સમાજ પણ ભાજપની વિરૂદ્ધ જઇ રહ્યો હતો. એટલે ભાજપે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવીને પાટીદાર વોટબેંક સિક્યોર કરવા સાથે આનંદી બેનને પણ મનાવી લીધા હતા. આ સાથે ભૂપેન્દ્ર પટેલ અમિત શાહ સાથે પણ સારા સંબંધ ધરાવે છે.

આવા સમયે સૌથી મોટો સવાલ છે કે, ભાજપે મુખ્યમંત્રીના ચહેરા માટે મોટા અથવા ચર્ચિત નામની જગ્યાએ લો પ્રોફાઈલ નેતા પર ભરોસો કેમ જતાવ્યો છે. ચૂંટણી પહેલાં એન્ટી ઈન્કબેન્સી ફેક્ટરને પગલે પાર્ટી મુખ્યમંત્રી અને મંત્રીઓને બદલવાનો દાવ લગાવ્યો છે.

નેતૃત્વમાં બદલાવ કરવાથી પાર્ટીમાં અસંતોષ પેદા ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કેમ કે, ચર્ચિત ચહેરાઓની પોતાની લૉબી હોય છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#BJP secures Patidar vote bank by appointing Bhupendra Patel as CM and also persuades Anandi Benn

Related posts

રૂપાણીની સ૨કા૨ને પાંચ વર્ષ પૂર્ણ થતા સુશાસન સપ્તાહ સહિતના કાર્યક્રમો આયોજિત ક૨વામાં આવેલ છે.

aasthamagazine

ભવાનીપૂર બેઠક પર મમતાએ 58,832 મતથી મેળવી જીત

aasthamagazine

મમતા બેનર્જીની પાર્ટી ગુજરાતમાં થશે સક્રિય ?

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/03/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

ગુજરાત : ભાજપના સિનિયર મનાતા નીતિન પટેલ સરકારમાં કોઈ હોદ્દો ન મળે તો શું સ્થિતી થાય ?

aasthamagazine

Leave a Comment